GSTV
Gujarat Government Advertisement

એલર્ટ! ચેક કરી લો તમારૂ Aadhaar Card ઈનવેલિડ તો નથી થઈ ગયું ને? UIDAI આપી આ ચેતવણી

Aadhaar Card

Last Updated on July 11, 2020 by Karan

જો તમે પોતાના આધાર કાર્ડ (Aadhaar Card)ને દુકાનમાં લેમિનેશન કરાવ્યું છે અથવા તો તેનો પ્લાસ્ટિક કાર્ડની રીતે ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ. UIDAI તેને લઈને ઘણી વખત ચેતાવણી આપી ચુક્યું છે. UIDAIએ જે ચેતાવણી આપી છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આમ કરવાથી તમારા આધારનો ક્યુઆર કોડ કામ કરતો બંધ થઈ શકે છે અથવા તો ખાનગી જાણકારી ચોરી થઈ શકે છે. UIDAIનું સ્પષ્ટ પણે કહેવું છે કે આમ કરવા પર તમારૂ મંજૂરી વગર જ તમારી ખાનગી જાણકારી કોઈ બીજા પાસે પહોંચી શકે છે.

શું છે તેનું નુકશાન?

UIDAIએ પ્લાસ્ટિક આધાર કાર્ડના નુકશાન ગણાવતા એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં ઓથોરિટીએ કહ્યું છે કે પ્લાસ્ટિક આધાર અથવા તો સ્માર્ટ આધાર કાર્ડનો ઉપયોગ ન કરો. એવા કાર્ડથી તમારી આધાર ડિટેલ્સની પ્રાઈવસી પર ખતરો છે. UIDAIનું કહેવું છે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ ઘણી વખત કામ નથી કરતું. તેનું કારણ એ છે કે પ્લાસ્ટિક આધારની અનઓથરાઈઝ્ડ પ્રિન્ટિંગના કારણે QR કોર્ડ ડિસ્ફન્ક્શનલ થઈ જાય છે. સાથે જ આધારમાં હાજર તમારી પર્સનલ ડિટેલ્સ વગર તમારી અનુમતીએ શેર કરવામાં આવે તેનો પણ ખતરો છે.

Aadhaar Card

આટલા પૈસા ખર્ચ કરી શકે છે પ્લાસ્ટિક આધાર

નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક અથવા પીવીસી શીટ પર આધારની પ્રિન્ટિંગના નામ પર લોકો પાસેથી 50 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધી વસુલવામાં આવે છે. ક્યાંક-ક્યાંક તો તેનાથી પણ વધુ ચાર્જ વસુલ કરવામાં આવે છે. UIDAIએ લોકોને આ પ્રકારની દુકાનો અથવા લોકોથી બચવા અને તેમા ન આવવાની સલાહ આપી છે.

આ છે આધાર પણ છે વેલિડ

UIDAIએ પોતાના નિવેદનમાં આ વાત પર પણ જોર આપ્યું છે કે ઓરિજનલ આધાર ઉપરાંત એક સાધારણ પેપર પર ડાઉનલોડ કરેલું આધાર પણ એમઆધાર સંપૂર્ણ રીતે વેલિડ છે. તેમા માટે તમારે સ્માર્ટ આધારના ચક્કરમાં પડવાની કોઈ જરૂર નથી. અહીં સુધી તમારે કલર્ડ પ્રિન્ટની પણ જરૂર નથી. સાથે જ તમને અલગથી આધાર કાર્ડના લેમિનેશન અથવા પ્લાસ્ટિક આધાર કાર્ડની જરૂરત નથી. જો તમારૂ આધાર ખોવાઈ ગયું છે તો તમે તેને મફતમાં https://eaadhaar.uidai.gov.in માંથી ડાઉનલોડ કરી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વાહ! ખરીદ્યા વિના ચલાવી શકાશે VOLVOની લક્ઝરી કાર, કંપનીએ લૉન્ચ કર્યો આ સ્પેશિયલ પ્લાન

Bansari

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!