GSTV

શું તમે પણ ભર્યુ છે ITR? તો ઈંટિમેશન લેટરને ન કરતા નજરઅંદાજ, નહીતર થશે મોટુ નુકસાન

ઈનકમ રિટર્ન ભર્યા બાદ વિભાગ તેની પ્રોસેસિંગ કરે છે અને સીપીસી તરફછી નોટિસ મોકલવામાં આવે છે. જેને લેટર ઓફ ઈંટિમેશન કહેવામાં આવે છે. મહત્તમ કરદાતા આ નોટિસને અવગણી દેતા હોય છે, પરંતુ આ ખૂબ જ જરૂરી હોય છે. ઈનકમ ટેક્સની ધારા 143(1) હેઠળ મોકલવામાં આવેલ નોટિસ જણાવે છે કે, તમારી તરફથી ભરવામાં આવેલ રિટર્ન સાચુ છે કે ખોટુ. એઠલે રિટર્ન ફાઈલ કરવા દરમિયાન જો તમે કોઈ ખોટી જાણકારી ભરી દો છો તો, કરદાતાને આવી નોટિસ મોકલવામા આવે છે.

રિટર્ન પ્રોસેસ કરવામાં આવ્યુ નથી

આ નોટિસથી તમારે ગભરાવવાની જરૂરિયાત નથી. નોટસિમાં તમને રિટર્નમાં જે પણ ભૂલ થઈ છે, તેને સુધારવા માટે કહેવામાં આવે છે. જો તમારી પાસે ઈંટિમેનશન લેટર નથી આવતો તો તમે માની શકો છો કે, તમારુ રિટર્ન પ્રોસેસ કરવામાં આવ્યુ નથી.

બે પરિસ્થિતિમાં તમને ઈંટિમેનશન લેટર મળી શકે

  • પ્રથમ-જ્યારે આવક રિટર્નમાં કરદાતાઓ દ્નારા મોકલવામાં આવલી જાણકારી વિભાગ દ્વારા પ્રોસેસ કરવામા આવેલી જાણકારી મેલ ખાતી નથી. એટલે કોઈ એડજસ્ટમેન્ટ નથી. જેમાં કોઈ રિફંડ ડે હોય છે. તો આ વ્યાજની સાથે તમને તમારા બેન્ક ખાતામાં આવી શકે છે.
  • બીજુ- જ્યારે ઈનકમ રિટર્નમાં કરદાતાઓ દ્વારા ભરી આપવામાં આવેલી જાણકારી વિભાગ દ્વારા પ્રોસેસ કરવામાં આવેલી જાણકારી સાથે મેચ નથી ખાતી તો, ઈંટિમેશનમાં એડજસ્ટમેન્ટ પ્રસ્તાવિત કરવામાં આવે છે.
  • જો તમારી પાસે પણ ઈંટિમેશનમાં એડજસ્ટમેન્ટ પ્રસ્તાવિતનો લેટર આવે છે, તો તમે તેની સાથે સહમત થઈ શકો છો અથલવા અસહમત. જો તમે સહમત છો તો, રિવાઈજ્ડ રિટર્ન ભરી શકે છે. તો જો તમે અસહમત છો તો, તમારે 30 દિવસની અંદર પણ પોતાની પ્રક્રિયા દાખલ કરાવવાની રહેશે. જો તમે આવુ નથી કરતા તો વિભાગ પ્રસ્તાવિત એડજસ્ટમેન્ટને જ અંતિમ માને છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!