કોરોના વાયરસ (કોવિડ 19)ના કારણે ચીનમાં મૃત્યુઆંક 1100 કરતાં પણ વધી ગયો છે. આખી દુનિયામાં અત્યાર સુધી 45,000 કરતાં વધારે લોકોને તેનો ચેપ લાગી ચૂક્યો છે. આજે અમે તમને જણાવી રહ્યા છીકે કે, કોરોના વાયરસનો ચેપ લાગતાં શરીર પર કેવી અસરો દેખાય છે અને તેના માટે શું ઇલાજ કરવો જોઇએ…

તાજેતરમાં જ વુહાનની એક હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત 138 લોકોનો ઇલાજ કરવામાં આવ્યો. આ દરમિયાન હોસ્પિટલના સ્ટાફે કેટલીક બાબતોની નોંધ લીધી. સાથે-સાથે એ પણ ખબર પડી કે, એક વાયરસ આખી હોસ્પિટલમાં કેવી રીતે ફેલાયો…


વુહાન યૂનિવર્સિટીના ઝોગનાન હોસ્પિટલના ડૉક્ટર ઝીયોંગ પેંગે જણાવ્યું કે, તેમની ટીમે અત્યાર સુધી લગભગ 40 % સંક્રમિત દરદીઓનો ઇલાજ તેમની હોસ્પિટલમાં કર્યો છે, આ માટે અહીં 40 હેલ્થ કેર પ્રોફેશનલ્સની મદદ લેવામાં આવી હતી.

શું હોય છે શરૂઆતનાં લક્ષણ?
કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં શરૂઆતનાં લક્ષણ ખૂબજ સામાન્ય હોય છે. આ દરમિયાન વ્યક્તિને તાવ આવે છે અને ખૂબજ થાક અનુભવાય છે. સાથે-સાથે દર્દીને કોરી ખાંસી થઈ જાય છે. આ સિવાય દરદીઓમાં ઝાડાની સમસ્યા પણ જોવા મળે છે.

કેવી રીતે ઓળખવો વાયરસને?
કોરોના વાયરસ દરમિયાન માણસના ગળામાં તકલીફ અનુભવાય છે. આ વાયરસના જેનેટિક મૈટીરિયલને પોલીમર ચેન રિએક્શન (પીસીઆર) દ્વારા ઓળખી શકાય છે.

ચેસ્ટ સ્કેનર
કોરોના વાયરસથી સંક્રમિત કેટલાક દરદીઓની જ્યારે સીએટી સ્કેનરથી તપાસ કરવામાં આવી ત્યારે તેમનાં ફેફસાંમાં કેટલાક ડાઘ મોવા મળ્યામ જેને મેડિકલની ભાષામાં ‘ગ્રાઉન્ડ ગ્લાસ’ તરીકે ઓળખવામાં આવે છે.

કોને રહે છે સૌથી વધારે ખતરો?
કોરોના વાયરસથી સંક્રમિત માત્ર 25 ટકા લોકોને જ આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા છે, આ લોકો એક્યૂટ રેસ્પીરેટરી ડિસટ્રેસ સિંડ્રોમના શિકાર થયા છે, આ સ્થિતિમાં તેમનાં ફેફસાંમાં એક પ્રકારનો ફ્લૂડ ભરાઇ જાય છે અને તેના કારણે ઓક્સિજન પહોંચી શકતિ નથી. કિડની ખરાબ થઈ જવાથી વ્યક્તિનું મૃત્યુ નીપજે છે. આ વાયરસ એ લોકો માટે વધારે ખતરનાક નીવડે છે, જેઓ પહેલાંથી જ નબળા છે.

વૃદ્ધોને સૌથી વધારે ખતરો
ડૉક્ટર્સનું કહેવું છે કે, ઉંમરલાયક લોકો માટે આ વાયરસ સૌથી વધારે ખતરનાક છે, તેમની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 22 થી 92 વર્ષની ઉંમરના દરદીઓની સંખ્યા છે, જેમાં 56 થી વધારે ઉંમરના રોગીઓની સંખ્યા સૌથી વધારે છે.
Read also:
- ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..
- Maruti Suzuki ની Alto થી Brezza કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ અને બોનસ ઑફર
- બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના જીવને છે જોખમ, પાકિસ્તાનથી મળી રહી હત્યાની ધમકીઓ…
- VIDEO/ માથા પર કાચના ગ્લાસ અને તેના પર માટલુ રાખી અદ્ભૂત ડાંસ કરતો આ વીડિયો જોઈ લો !
- VIDEO/ લોકોને આ જગ્યા પર પહોંચતા વર્ષોના વર્ષ લાગી જાય તેટલી ઉંચાઈએ આ યુવતીએ કરાવ્યો દિલધડક ફોટોશૂટ