GSTV
Home » News » સુરેશ રૈનાએ રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ પિયૂષ ચાવલા આવ્યો ગુજરાતમાં

સુરેશ રૈનાએ રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ પિયૂષ ચાવલા આવ્યો ગુજરાતમાં

ક્રિકેટના અત્યાર સુધીના સફરમાં ઉત્તર પ્રદેશ માટે ઘરેલૂ ક્રિકેટ રમનાર ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલા હવે ગુજરાતની ટીમમાંથી રમશે. નિશ્ચિત રીતે ઉત્તર પ્રદેશ રણજી ટીમના પૂર્વ કેપ્ટન માટે આ તેના કરિયરનો સૌથી મોટો નિર્ણય સાબિત થઇ શકે છે.

પીયૂષ ચાવલાએ આ અંગે એક ઇન્ટરવ્યુ દરમિયાન વાતચીત કરતા જણાવ્યુ કે, આ નિર્ણય સહેલો ન હતો. મેં લાંબા સમય સુધી આ અંગે વિચાર કર્યો હતો. રૈના ભાઇ (સુરેશ રૈના), શુક્લા સર (રાજીવ શુક્લા), મારા પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરીને નિર્ણય લીધો છે. પોતાનું ઘર છોડવું કોણે સારું લાગે, પરંતુ ક્યારેક પોતાના કરિયરને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણય લેવા પડે છે, હવે જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવાનો સમય છે.

જ્યારે તેણે પૂછવામાં આવ્યુ કે, ઉત્તર પ્રદેશની રણજી ટીમ છોડીને ગુજરાત ટીમમાં જોડવાવા વાત કરતા રૈનાએ તમને રોકવાનો પ્રયત્ન ન હતો કર્યો, ત્યારે પીયૂષ ચાવલાએ જવાબ આપતા કહ્યુ કે, રૈનાભાઇએ આ અંગે મારી સાથે લાંબી વાતચીત કરી. તેમણે આ નિર્ણય માટે મનાવવા સહેલા ન હતા, પરંતુ હું તેમને સમજવામાં સફળ થઇ ગયો અને તેમની શુભકામના હંમેશા મારી સાથે રહેશે.

પીયૂષને જ્યારે પૂછવામાં આવ્યુ કે ગુજરાતની ટીમમાં જવાનું કેમ નક્કી કર્યુ ત્યારે ચાવલાએ જણાવ્યુ કે, ગુજરાતની રણજી ટીમ હાલમાં ચેમ્પિયન છે. આ વર્ષે રણજીમાં ફરી ન્યૂટલથી જગ્યાએ હોમ-અવે નિયમ આવી ગયો છે. જેથી અમને ઘરેલૂ મેદાન પર પણ ખૂબ મેચ રમવા મળશે, જેનો ફાયદો મારી બૉલિંગ પર જોવા મળશે.

રણજી ચેમ્પિયન્સ ટીમમાં રમવાથી ઉત્સાહ વધે છે તે અંગે ચાવલાએ જણાવ્યુ કે, જો તમે ચેમ્પિયન ટીમની સાથે રમો છો તો તમારા અંદર એક અલગ આત્મવિશ્વાસ આવે છે. મારા અંદર અત્યારથી એક અલગ વિશ્વાસ આવી ગયો કે ટીમની ચેમ્પિન રાખવા માટે મહેનત કરવી પડશે, જેથી તમને પ્રેરણા મળે છે અને તમારા પરફૉર્મન્સમાં સુધારો થાય છે. ગુજરાતની ટીમ સારી છે પાર્થિવ પટેલ કેપ્ટન છે, જ્યારે ચેતેશ્વર પૂજારા, આર.પી. સિંહ અને અક્ષર પટેલ જેવા સારા પ્લેયર્સ આ ટીમનો ભાગ છે.

ગત વર્ષે તમને ઉત્તર પ્રદેશની ટીમમાંથી માત્ર 2 મેચ રમાડવામાં આવી આ કારણથી તો તમે ટીમ નથી છોડી રહ્યા, આ સવાલનો જવાબ આપતા જણાવ્યુ કે, હું ઇજાગ્રસ્ત હતો તે કારણથી મેચ રમી શક્યો ન હતો. બાકી કોઇ કારણ નથી.

Related posts

નાણામંત્રીએ કર્યો એવો દાવો કે મોદી સરકારના શ્વાસ હેઠા બેસશે, પેટાચૂંટણીમાં ભાજપને પણ નડી રહ્યો છે આ મામલો

Mayur

ગુજરાતમાં કાયદેસર દારૂ પીવો પણ પડશે મોંઘો, સરકાર પરમીટને બહાને ખંખેરી લેશે ખિસ્સા

Mayur

એસટી બસના ડ્રાઈવરોએ દારૂ પીધો ન હોવાનો આપવો પડશે ટેસ્ટ, આ ડિવિઝનનો જોરદાર નિર્ણય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!