GSTV
Home » News » વડાપ્રધાન મોદીના રામમંદિર પરના નિવેદન બાદ રાજકીય ઘમાસાણ

વડાપ્રધાન મોદીના રામમંદિર પરના નિવેદન બાદ રાજકીય ઘમાસાણ

નવા વર્ષે પોતાના પહેલા ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર સહીતના ઘણાં મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત દેશવાસીઓ સમક્ષ મૂકી છે. આ ઈન્ટરવ્યૂ બાદ રામમંદિર પર કેન્દ્ર સરકાર તરફથી વટહુકમ લાવવાની શક્યતાની અટકળબાજીઓવાળા અહેવાલો પર પણ હાલ પૂર્ણવિરામ લાગી ગયું છે. રામમંદિર પર વડાપ્રધાન મોદીના નિવેદન બાદ એક નવા રાજકીય સંગ્રામની પણ શરૂઆત થઈ ચુકી છે. સંત સમાજ તરફથી અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

નરેન્દ્રગિરિએ ભાજપ પર રામમંદિર મામલે વાયદાખિલાફી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે રામમંદિર પર સુપ્રીમ કોર્ટ દ્વારા જ નિર્ણય થવાનો હોય, તો ભાજપ આટલા દિવસોથી રામના નામે વોટ કેમ માંગી રહ્યું હતું? કોંગ્રેસે મંદિરના તાળા ખોલાવ્યા અને પૂજા પણ કરાવી હતી. પરંતુ ભાજપે તો માત્ર રામમંદિરના નામે વોટ માંગ્યા છે. નરેન્દ્ર ગિરિએ કહ્યુ છે કે ગોધરાકાંડ બાદ ભાજપ અને મોદીની છબી હિંદુત્વવાદી બની ગઈ છે. પરંતુ હવે જે નિવેદન આવ્યું છે. તેના પછી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન પર સંતસમાજ ફેરવિચારણા કરે તેવી શક્યતા છે. આરએસએસ અને વીએચપીએ ઘણું દબાણ બનાવ્યું છે અને સંતસમાજ રામમંદિર નિર્માણનું કામ કરશે તેનું સમર્થન કરશે.

વડાપપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્ટવ્યુમાં રામ મંદિર નિર્માણ મામલે કહેલી વાત પર સંઘમાંથી પ્રતિક્રિયા આવી છે. ભાજપની માતૃ સંસ્થા સંઘે પીએમ મોદીને ભાજપના પાલમપુર અવેશનના પ્રસ્તાવ યાદ અપાવ્યો છે. અને કહ્યુ હતુ કે, રામ મંદિર બનાવવા માટે સુયોગ્ય કાયદો બનાવવાના પ્રયાસ કરીશું. સંઘે એમ કહ્યુ છેક, જનતાએ તેના પર વિશ્વાસ વ્યક્ત કરતા બહુમત આપ્યો હતો. આ કાર્યકાળમાં સરકારે તે વાયદો પૂર્ણ કરે તેવી ભારતની જનતાની અપેક્ષા છે. સંઘના સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે તરફથી નિવેદન આવ્યુ છેકે, વડાપ્રધાનનું વક્તવ્ય મંદિર નિર્માણની દિશામાં સકારાત્મક પગલુ લાગે છે.  

રામમંદિર પરના નિવેદન બાદ કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાની કોશિશ કરી છે. તો શિવસેના દ્વારા પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે. શિવસેનાનું કહેવું છે કે મોદી મે ભગવાન રામ કાયદાથી વધારે નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ છેકે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રામમંદિર તાત્કાલિક સુનાવણી માટેનો મહત્વપૂર્ણ વિષય નથી. વડાપ્રધાન મોદીએ અલગ શું કહ્યું? ભૂમિકા સ્પષ્ટ કરવા માટે મોદીને અભિનંદન, રામમંદિર માટે વટહુકમ નહીં આવે, આનો બંધારણીય અર્થ એવો છે કે ભગવાન શ્રીરામ કાયદાથી મોટા નથી.

એનડીએના અન્ય ઘટકદળ જેડીયુએ વડાપ્રધાન મોદીના સૂરમાં સૂર મિલાવ્યો છે. જેડીયુના મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યુ છે કે આ નિવેદન તેમની પાર્ટીના વિચારોની જીત છે. એનડીએની રચના વખતે જે નક્કી થયું હતું, તે હજી જળવાયેલું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યૂ બાદ કોંગ્રેસના મીડિયા પ્રભારી અને મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે રામમંદિર મુદ્દા પર વડાપ્રધાન મોદીએ ફરી એકવાર અણસમજ અથવા જાણીજોઈને આખા મામલાને ઘોંચમાં નાખવાની કોશિશ કરી છે. સૂરજેવાલાએ કહ્યુ છે કે કોંગ્રેસ માને છે કે સુપ્રીમ કોર્ટમાં મામલો છે અને સૌએ કોર્ટના ચુકાદાને માનવો જોઈએ. કોર્ટના ચુકાદા બાદ કોઈપણ ઓર્ડિનન્સની જરૂરત નથી. પરંતુ મોદીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઓર્ડિનન્સની વાત કહી છે. એક વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદી સંઘ પ્રમુખ મોહન ભાગવતનું અને તેમની પાર્ટી ભાજપના નેતાઓનું બિલકુલ માનતા નથી.

એએનઆઈને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ રામમંદિર નિર્માણ મામલે વટહુકમના સવાલ સંદર્ભે કહ્યુ હતુ કે તેમની સરકાર આના સંદર્ભે ઓર્ડિનન્સ લાવશે નહીં. કાયદાકી પ્રક્રિયા બાદ જ રામમંદિર પર નિર્ણય કરવામાં આવશે. રામમંદિરને લઈને જ્યાં સધી કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાં સુધી વટહુકમ લાવવાનો વિચાર નથી. કાયદાકીય પ્રક્રિયા એટલા માટે ધીમી છે. કારણ કે ત્યાં કોંગ્રેસના વકીલ છે. કોંગ્રેસના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં અડચણ પેદા કરાઈ રહી છે.

વડાપ્રધાન મોદીએ ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે તેમણે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે રામમંદિરનો નિર્ણય બંધારણની મર્યાદામાં જ થશે. રામમંદિર ભાજપ માટે ભાવનાત્મક મુદ્દો છે. કોંગ્રેસે આ મામલામાં અડચણો ઉભી કરવી જોઈએ નહીં અને કાયદાકીય પ્રક્રિયાને પોતાની રીતે આગળ વધવા દેવી જોઈએ. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાઓ તરફથી ઝડપથી રામમંદિર નિર્માણ માટેની માગણી ઉઠાવવામાં આવી છે.

અયોધ્યા ખાતે રામજન્મભૂમિના મુખ્ય પૂજારીએ ભાજપને 2019ની લોકસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. તો અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અંસારીએ વડાપ્રધાન મોદીના નિવેદનનું સ્વાગત કર્યું છે. જ્યારે વીએચપીએ કહ્યુ છે કે તેઓ સંત સમાજના આદેશનું પાલન કરશે. વડાપ્રધન નરેન્દ્ર મોદીના રામમંદિર સંદર્ભેના ઈન્ટરવ્યૂમાં આપવામાં આવેલા નિવેદન બાદ વીએચપી આજે બાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ પણ કરી રહી છે.

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

કરવાચોથ પર પતિએ ગિફ્ટ ન આપી, વિફરેલી પત્નીએ દોડાવી-દોડાવીને ઢીબી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!