GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ઈસરો ચીફ સિવને ઈન્ટરવ્યૂમાં કહી દીધી એક એવી વાત કે, જીતી લીધાં સૌનાં દિલ

ઈસરો ચીફ ડૉક્ટર સિવનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે, આ વીડિયોમાં લોકલ સમાચાર ચેનલના પત્રકારે સિવનનું ઈન્ટરવ્યૂ લીધું છે. જેમાં તેમને તમિલનાડુના લોકોને ખાસ સંદેશ આપવાનું કહેવામાં આવે છે, જેમાં તેઓ કહે છે કે, પહેલાં હું એક ભારતીય છું. તેમના આ જવાબથી તેઓ સૌનું દિલ જીતી લે છે.

ઈસરો ચીફનું ઈન્ટરવ્યૂ જાન્યુઆરી, 2018માં લેવામાં આવ્યું હતું. તે સમયે રિપોર્ટરે સવાલ પૂછ્યો, “એક તમિળ તરીકે તમે આટલા મોતા પદ પર પહોંચ્યા છો. તો તમિલનાડુના લોકો માટે તમે શું સંદેશો આપવા માંગો છો?”

સૌથી પહેલાં હું એક ભારતીય છું
જેના જવાબમાં સિવને કહ્યું, “સૌથી પહેલાં હું એક ભારતીય છું. હું એક ભારતીય તરીકે ઈસરોમાં જોડાયો છું. ઈસરો એક એવી જગ્યા છે જ્યાં બધાં જ ક્ષેત્રો અને અલગ-અલગ ભાષાઓ બોલતા લોકો એકસાથે કામ કરે છે પોતાનું યોગદાન આપે છે. હું મારા ભાઈઓનો આભારી છું, જેઓ મારાં વખાણ કરે છે.”

સિવનના આ જવાબનાં સોશિયલ મીડિયામામ બહુ વખાણ થયાં. વિશ્વનાથ નામના એક વ્યક્તિએ ટ્વિટ કહ્યું કે, હું પહેલાં એક ભારતીય છું, આ જવાબથી બધાંનું દિલ જીતી લીધું છે. પરંતુ મારો એક સવાલ છે કે, જ્યારે પીવી સિંધુ ભારતનું ગૌરવ વધારે છે ત્યારે તેના રાજ્યના લોકો કેમ તેની લોકલ ઓળખ પર વધારે મહત્વ આપે છે.

ખેડૂત પરિવારમાં જન્મ્યા છે સિવન
ઉલ્લેખનિય છે કે, સિવન કન્યાકુમારી જિલ્લાના એક ગામના ખેડૂત પરિવારમાંથી આવે છે, તેમણે 1980માં મદ્રાસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલૉજીથી એરોનૉટિકલ એન્જિનિયરિંગ કર્યું હતું અને 1982માં પીએસએલવી પ્રોજેક્ટમાં ઈસરો સાથે કામ કર્યું.

ઉલ્લેખનિય છે કે, ચંદ્રયાન 2 આંશિક રૂપે નાકામ થવા છતાં ઈસરો અને સિવનના ઉત્સાહ અને કામનાં દુનિયાભરમાં વખાણ થઈ રહ્યાં છે, ચંદ્રયાન 2નું ઑર્વિટર ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે અને તસવીરો મોકલી રહ્યું છે. જોકે વિક્રમ લેન્ડર સાથે હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી.

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!