કોરોના રોગચાળા સામે સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે, અને તેનાં ખાત્માની આશા વેક્સિનમાં છે, દુનિયાનાં અલગ-અલગ દેશોમાં વેક્સિન પર કામ ચાલું છે, રશિયામાં જ્યાં સરકારી નજર હેઠળ સ્પુતનિક પાંચનો ડોઝ આપવામાં આવી રહ્યો છે, ત્યાં જ બ્રિટને ફાઇઝરની વેક્સિનને માન્યતા આપી છે, અને આગામી સપ્તાહમાં લોકોને પણ આપવામાં આવશે, પરંતું આ દરમિયાન ઇન્ટરપોલે પણ ચેતવણી આપી છે.

કોરોના વેક્સીન પર માફિયાઓની નજર
ઇન્ટરપોલનાં જણાવ્યા મુજબ કોરોના વેક્સિન હજુ ખુલ્લી રીતે હજુ બજારમાં ઉપલબ્ધ નથી, પરંતું વેક્સિનનાં માફિયાઓની નજર તેના પર પડી ચુકી છે અને તેમનું નેટવર્ક બનાવટી વેક્સિનો દ્વારા કમાણીની સાથે-સાથે લોકોની જિંદગીઓ સાથે પણ રમત રમી શકે છે.


લાલચ આપી લોકોના જીવન સાથે થઇ શકે છે ચેડાં
ઇન્ટરપોલનાં સેક્રેટરી જનરલ જર્ગેન સ્ટોકે કહ્યું કે વેક્સિન માફિયા બનાવટી વેબસાઇટ્સ, બનાવટી ઇલાજ દ્વારા લોકોને લાલચ આપી રહ્યા છે અને આ બધુ લોકો સાથે રમત હશે, એવામાં જરૂરી છે કે વૈશ્વિક એજન્સીઓ એ રીતે પોતાનાં ઇરાદા પાળનારા વિરૂધ્ધ સખતમાં સખત કાર્યવાહી કરે, ઇન્ટરપોલનું કહેવું છે કે લગભગ ત્રણ હજાર વેબસાઇટ છે જે દવાઓનાં ધંધામાં છે, આ વેબસાઇટો બનાવટી દવાઓ, બનાવટી મેડિકલ ઉપકરણોનું પણ વેચાણ કરી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત