GSTV

ગુજરાતના 18 હજાર ગામડાઓમાં પહોંચશે ઇન્ટરનેટ, રૂપાણી સરકાર ખર્ચ કરી રહી છે 2500 કરોડ રૂપિયા

Last Updated on January 10, 2020 by pratik shah

ગુજરાતના દરેક ગામડાને હાઇ બેન્ડવિડ્થ ઇન્ટરનેટ દ્વારા જોડવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે, જેમાં ₹2,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં છે. પ્રોજેકટ પુરો થશે ત્યારે દરેક ગામ ઓપ્ટિકલ ફાઇબર-ઓએફસી લાઇનથી જોડાયેલ હશે અને શહેરો જેવી ઝડપથી ઇલેકટ્રોનિક સેવાઓ અને સગવડો મેળવી શકાશે. માર્ચ 2020 સુધીમાં રાજયની તમામ ગ્રામપંચાયતોને હાઇ બેન્ડવિડ્થ કનેકટવિટી મળશે.

સરકારી માલિકીની એસપીવી બીબીએનએલે ગુજરાત સરકારને ઇન્ટરનેટથી જોડતા રાજય સરકારે પણ સ્પેશિયલ પર્પઝ વ્હીલ (એસપીવી) બનાવ્યું છે. ગુજરાત ફાયબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (જીએફજીએનએલ) એસપીવીએ બે તબક્કામાં રાજયમાં ઓપ્ટીકલ ફાયબર સ્થાપીને ગામડાઓને ગાંધીનગર સાથે જોડવાનો પ્રોજેકટ શરૂ કર્યો છે. હવે ઓપ્ટિકલ ફાયબરની મદદથી ગામડાની પંચાયતોને ઇન્ટરનેટ વડે વર્લ્ડવાઇડ વેબના વિશાળ નેટવર્ક સાથે જોડી દેવાશે. તેથી ગામડાના યુવાનોને તમામ સરકારી તેમના ગામમાંથી કરી શકશે.

રાજયના સાયન્સ એન્ડ ટેક્‌નોલોજી સેક્રટરી હારિત શુકલાએ જણાવ્યુ હતુ કે, આ પ્રોજેકટ રાજયના ગામડાઓને ગાંધીનગર સાથે જોડશે અને વિવિધ સરકારી ઇ-સેવાઓ અને શાળા કે હોસ્પિટલો જરૂરી સેવાઓ બેન્ડવિડ્થ સાથે તેઓ મેળવી શકશે. એટલે કે એક પ્રકારનો ડિજિટલ હાઇવે બનાવ્યો છે. તેની અનંત સેવાઓનો ગ્રામજનો લાભ લઇ શકશે.” જીએફજીએનએલના ડિરેકટર ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતુ કે, ગામડાની હોસ્પિટલ કે શાળાઓ પણ શૈક્ષણિક હેતુથી ઇન્ટરનેટનો લાભ લઇ શકશે.

આ સાથે ખાનગી સંસ્થાઓને પણ તેમની જરૂરીયાતો મુજબ પણ હાઇ સ્પીડ ડેટા મેળવી શકશે. રાજયમાં આ પ્રોજેકટ સારી એવી ગતિમાં પુર્ણતાને આરે છે, આ પ્રોજેકટમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજયોમાં ચાલતી કામગીરીના સરવાળા કરતાં બમણી કામગીરી રાજયમાં થઇ ચુકી છે.” રાજય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ હેઠળ જીએફજીએનએલે પ્રથમ ફેઝમાં 16,000 કિમીમાં ઓએફસી કેબલ લાઇન બિછાવી કુલ 6400 પંચાયતોમાંથી 5200 પંચાયતોમાં આ પ્રોજેકટ ચાલુ થાય તેવી વ્યવસ્થા ગોઠવી દીધી છે.

ફેઝ ટુમાં 7700 ગ્રામ પંચાયતોમાંથી 4031 પંચાયતોમાં કામગીરી પૂર્ણ થઇ છે. ગુજરાત ભરમાં 36,000 કિમી ફેઝ 2માં 22,000 કિમી ઓપ્ટીકલ ફાઇબર નાંખવાનુ કામ થયુ છે. જેમાં બાકીનું કામ માર્ચ 2020માં પુર્ણ થશે. વધુ વરસાદને પગલે પ્રોજેકટની ગતિ ઘટી હતી. માર્ચ 2020 સુધીમાં રાજયના તમામ ગ્રામપંચાયતો ઇન્ટરનેટથી જોડાશે. આ પ્રોજેકટને લાઇવ કરવાની કામગીરીમાં ભારત સરકારની આઇટીઆઇ લિમીટેડ સાથે પોલીકેબ ઇન્ડિયા લિમીટેડ અને જીટીપીએલ હેથવે સામેલ છે. રાજય સરકારે માત્ર ઓપ્ટિકલ ફાયબરની લાઇનો નાંખવાના બદલે ગાંધીનગરથી ગામડાની પંચાયત સુધી ઇન્ટરનેટ કનેકશનને લાઇવ કરવા સુધીનો પ્રોજેકટ બનાવ્યો. એટલેકે માત્ર ઇન્ફ્રાસ્ટકચર સપોર્ટ પ્રોજેકટને બદલે સીધો ઉપયોગમાં આવે તેવો પ્રોજેકટ બનાવ્યો છે.

READ ALSO

Related posts

Corona Update / ઓમિક્રોન વેરિયેન્ટે મચાવ્યો તરખાટ, દિલ્હી મુંબઇમાં કમ્યુનિટિ સ્પ્રેડનો તબક્કો શરૂ

GSTV Web Desk

દિલ્હી વાયા યુપી / દિલ્હીની ગાદી પર બેસવું હોય તો ઉત્તર પ્રદેશથી થવું પડે છે પસાર, PM મોદીની પણ આ રસ્તે જ ગોડી દોડી

GSTV Web Desk

ભારતીય રેલવે / 2021-22ની શરૂઆતના નવા મહિનામાં 35 હજારથી વધુ ટ્રેનો થઈ રદ, RTIમાં થયો ખુલાસો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!