GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

મોબાઈલ ધારકોને લાગી શકે છે મોટો ઝટકો, ઈન્ટરનેટ આ કારણે થશે 60થી 80 ટકા મોંઘું

ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં નજીકના સમયમાં ટેરિફમાં વધારો ‘અનિવાર્ય’ છે, કારણ કે સેક્ટરનું વર્તમાન માળખુ ઓપરેટર્સને તર્કસંગત વળતર આપતું નથી. જોકે, કોરોના મહામારીના કારણે ટેરિફમાં વધારાનો સમય હાલ કહી શકાય નથી. ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં નજીકના સમયમાં ટેરિફમાં વધારો ‘અનિવાર્ય’ છે, કારણ કે સેક્ટરનું વર્તમાન માળખુ ઓપરેટર્સને તર્કસંગત વળતર આપતું નથી. જોકે, દેશમાં કોરોના મહામારી અને આર્થિક મંદીના કારણે ટેરિફમાં વધારાનો સમય હાલ કહી શકાય નથી. વર્તમાન સંજોગોમાં દેશમાં તાત્કાલિક અસરથી ટેરિફમાં વધારો શક્ય નથી તેમ કબૂલતાં અર્ન્સ્ટ એન્ડ યંગના વિકાસશીલ દેશોમાં ટેક્નોલોજી, મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એન્ડ ટેલિકોમ્યુનિકેશનના પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે, આગામી છ મહિનામાં એક વખત સહિત આગામી એક વર્ષથી દોઢ વર્ષના સમયમાં બે તબક્કામાં ટેરીફમાં વધારો થઈ શકે છે. ટેરિફમાં વધારો ખૂબ જ જરૂરી છે. ટેલિકોમ સેક્ટરમાં ગ્રાહકો દ્વારા ખર્ચ ઘણો ઓછો છે અને આગામી છ મહિનામાં ટેરિફ વધી શકે છે.

12થી 18 મહિનામાં બે તબક્કામાં ટેરિફમાં વધારો કરવો પડશે

સિંઘલે જણાવ્યું હતું કે, ટેરિફમાં વધારા માટે ઓપરેટર્સે આર્થિક પરિસ્થિતિ અને અફોર્ડેબિલિટી જેવા પરિબળોને ધ્યાનમાં રાખવા પડશે, પરંતુ બજારમાં સસ્ટેનિબિલિટીની ખાતરી માટે 12થી 18 મહિનામાં બે તબક્કામાં ટેરિફમાં વધારો કરવો પડશે. આ ભાવ વધારો નિયમનિકારી સંસ્થાની દરમિયાનગીરી મારફત આવી શકે છે અથવા ઉદ્યોગનાં પગલાંઓથી થઈ શકે છે, પરંતુ ઓપરેટર્સનું વર્તમાન નાણાકીય સ્વાસ્થ્ય ટેરિફમાં વધારાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ફંડામેન્ટલી સેક્ટરે સારૂં કામ કરવું હોય તો કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે યોગ્ય ભાવ હોવા જોઈએ.

ટેલિકોમ કંપનીઓ ફિક્સ પ્રાઈસના પ્લાનથી આગળ વધી વપરાશ આધારિત ડેટા પ્લાન લાવી શકે

આ વર્ષે ડિસેમ્બરમાં ટેરિફમાં વધારો જોવા મળી શકે છે, જે અન્ય વિકાસશીલ બજારોની સમકક્ષ હોઈ શકે છે. ઉદ્યોગમાં હાલ એવરેજ રેવન્યુ પર યુઝર (એઆરપીયુ) અંગે ચર્ચા ચાલી રહી છે, જે આગામી બેથી ત્રણ વર્ષમાં 60 ટકાથી 80 ટકા સુધી વધી શકે છે અને ટેરિફમાં વધારાથી જ તે શક્ય છે. આગામી સમયમાં ટેલિકોમ કંપનીઓ ફિક્સ પ્રાઈસના પ્લાનથી આગળ વધીને વપરાશ આધારિત ડેટા પ્લાન લાવી શકે છે. સિંઘલે કહ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સમસ્યા વકરી ન હોત તો જૂન મહિનામાં જ ટેરિફમાં વધારો જોવા મળ્યો હોત. આ મહામારીના કારણે ટેરિફમાં વધારો છ મહિના જેટલો પાછો ઠેલાયો છે તેમ માની શકાય, કારણે વર્તમાન સમયમાં ટેરિફ વધારવા યોગ્ય નથી.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!