GSTV

જમ્મૂ-કાશ્મીરમાં 164 દિવસ બાદ ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ, આ જગ્યાઓ પર મળશે બ્રોડબ્રેન્ડ સુવિધા

Last Updated on January 18, 2020 by Ankita Trada

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઘણા લાંબા સમયથી પ્રીપેડ મોબાઈલ કનેક્શન પર કોલ અને SMSની સેવાને બંધ કરી દેવામાં આવી હતી. જો કે, હવે જમ્મૂ-કાશ્મીરમાં સ્થાનિય પ્રિપેડ સિમ કાર્ડો પર વોઈસ અને SMS સુવિધાઓને શરૂ કરી દેવામા આવી છે. જમ્મૂકાશ્મીરના પ્રિન્સિપલ સેક્રેટરી રોહિત કંસલે કહ્યું છે કે, સમીક્ષા બાદ બધા જ સ્થાનિ પ્રિપેડ સિમ કાર્ડ પર વોઈસ અને SMS સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370ની કલમને હટાવ્યાના 164 દિવસ બાદ જરૂરી સેવા આપનાર સંસ્થાઓમાં બ્રોડબેન્ડ સેવા પુનઃ સ્થાપિત કરી દેવામાં આવી છે. સાથે જ અમુક વિસ્તારોમાં 2G ઈન્ટરનેટ સેવાને પણ શરૂ કરી દેવામા આવી છે. આ પગલું ત્યારે ભરવામાં આવ્યું છે, જ્યારે સુપ્રિમ કોર્ટે જમ્મૂ કાશ્મીરની સરકારને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગેલ પ્રતિબંધોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.

સરકારી માહિતી પ્રમાણે, આ બધા જ આદેશ 15 જાન્યુઆરીથી લાગુ થશે અને 7 દિવસ સુધી અમલમાં રહેશે. પોતાના ત્રણ પાનાના આદેશમાં પ્રશાસને કહ્યું છે કે, કાશ્મીરમાં લગભગ 400 ઈન્ટરનેટ કિયોસ્ક સ્થાપિત કરવામાં આવશે.

ક્યાં ક્યાં શરૂ થશે બ્રોડબ્રેન્ડ

ઈન્ટરનેટ સેવા આપનાર આવશ્યક સેવાઓવાળી સંસ્થાઓ, હોસ્પિટલો, બેન્કોની સાથે સરકારી કચેરીઓમાં પણ બ્રોડબેન્ડની સુવિધા આપશે. પર્યટનની સુવિધા માટે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ હોટલ્સ અને યાત્રા સંસ્થાઓને આપવામાં આવશે.

ઈન્ટરનેટનો ઉપયોગ કરવો એક મૌલિક અધિકાર

સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, જમ્મૂના ક્ષેત્ર જમ્મૂ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં ઈબેન્કિંગ સહિતની સુરક્ષિત વેબસાઈટ જોવા માટે પોસ્ટપે઼ડ મોબાઈલ પર 2G મોબાઈલ કનેક્ટીવીટીને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, સંવિધાનની કલમ 19 હેઠળ ઈન્ટનેટનો ઉપયોગ કરવો દરેક વ્યક્તિનો મૌલિક અધિકાર છે.

READ ALSO

Related posts

નો-વેકિસન, નો એન્ટ્રી: AMTSની બસોમાં 13,000થી વધું લોકો રસી લીધા વગરના નિકળ્યા, મોલ અને બગીચામાં પણ આવી જ હાલત

Pravin Makwana

કોરોના મહામારી વધુ સંહારક બની, અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી 2579 અને બ્રાઝિલમાં 935નાં મોત

Damini Patel

સાચવજો / રાજ્યના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, એક જ દિવસમાં મળી આવ્યાં તાવના 536 દર્દીઓ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!