GSTV

ઇન્ટરનેટ પર સનસનાટી મચાવનારી બિલાડીનું મોત, ૭૦૦ કરોડની છે સંપતિ

Grumpy cat

Last Updated on May 19, 2019 by Alap Ramani

દુનિયાની એક બહુ જાણીતી બિલાડીનું મોત થયું છે. ગ્રમ્પી નામની આ બિલાડી ઇન્ટરનેટ ઉપર એટલી જાણીતી છે કે ટ્વીટર પર તેના 15 લાખ ફોલોઅર્સ છે. એરીઝોનામાં રહેનારી માલિક સોશ્યલ મિડીયામાં આ બિલાડીના મોતની વાતને સ્વીકારી છે.  આ બિલાડીને લઇ ઇન્ટરનેટ પર કેટલીય મીમ બનાવાઇ છે, કેટલાય પૂસ્તકો લખાયા છે, ફિલ્મો બની છે. બિલાડીની ઉંમર સાત વર્ષની હતી.

ર૦૧રમાં પહેલી વખત તેનો વિડીયો બનાવી યુટયુબ પર મુકાયો ત્યારથી તે જાણીતી બની હતી. ર૦૧રમાં ગમ્પીનો વિડીયો દોઢ કરોડથી વધુ લોકોએ જોયો હતો. બિલાડીના કારણે જ માલિક  તબાથા બુંદસેન અબજો રૂપિયાની માલિક બની ગઇ હતી.

બિલાડીનું અસલી નામ ટાર્ડર સોસ હતું, પણ તે ગ્રમ્પી કેટના નામે જાણીતી હતી. બિલાડી પાસે હાલમાં લગભગ ૭૦૦ કરોડની હોવાનું માનવામાં આવે છે.

સોશ્યલ મિડીયામાં કેટલાય લોકોએ શ્રધ્ધાંજલી આપી છે. બિલાડીની મોટા તબીબ પાસે સારવાર કરાવવામાં આવી રહી હતી પણ એક ચેપ લાગી જવાથી તેનું તા.14 મેના રોજ મોત થયું હતું.

સોશ્યલ મિડીયામાં કેટલાક લોકોએ બિલાડી સાથે ફોટો મુકયા છે અને ભાવુક સંદેશા પણ લખ્યા છે. કેટલાક લોકોએ બિલાડીને સુપર કયુટ કહી છે. ફેસબૂક પર બિલાડીના 85 લાખ અને ઇન્સ્ટાગ્રામ પર 25 લાખ ચાહકો છે.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!