GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ભારતમાં ઈન્ટરનેટ સસ્તું, ગૂગલ ફ્રી WiFiની સર્વિસ કરશે બંધ

ભારતમાં ઈન્ટરનેટ સસ્તું હોવાથી રેલવે સ્ટેશનોમાં મળતી ફ્રી વાઈફાઈ સર્વિસ બંધ કરવાનો નિર્ણય ગૂગલે કર્યો છે. સસ્તા ડેટા પ્લાનના કારણે હવે આ વાઈફાઈ સુવિધા એટલી અસરકારક  ન હોવાનું ગૂગલે કહ્યું હતું. ગૂગલના ભારત સિૃથત અિધકારી સીઝર સેનગુપ્તાએ બ્લોગમાં જાણકારી આપી હતી કે દેશમાં ડેટા પ્લાન ખૂબ જ સસ્તા હોવાથી રેલવે સ્ટેશનોમાં વાઈફાઈની જરૂરિયાત ઓછી થતી જાય છે. આમ પણ દેશના રેલવે સ્ટેશનોમાં વાઈફાઈ સિસ્ટમ મેઈનટેઈન કરવાનું કામ ઘણું કપરૂં હતું. આખરે ગૂગલ આ સર્વિસ બંધ કરી દેશે.

ગૂગલના આ અિધકારીએ કહ્યું હતું કે દુનિયાભરમાં ચાલતા સ્ટેશન વાઈફાઈ પ્રોગ્રામ્સ 2020ના અંત સુધીમાં બંધ કરવાનું કંપનીનું આયોજન છે. ડેટા પ્લાન ખૂબ જ સસ્તા થવાથી હવે ઈન્ટરનેટ ખૂબ જ સરળતાથી મળતું થયું છે. આ પ્રોગ્રામનો મૂળ હેતુ લોકોને ફ્રી ઈન્ટરનેટની સુવિધા આપવાનો હતો, જે હવે પૂરો થયો છે.

ગૂગલે કહ્યું હતું કે વાઈફાઈને લગતી સિસ્ટમ, ડિવાઈસ અને તેનું નેટવર્ક બનાવવું તે બધા દેશોની અમારી પાર્ટનર સંસૃથા માટે અઘરૂં બનતું જતું હતું. તેને ટકાવી રાખવાનું કામ તો એથીય વિકટ હતું. ગૂગલે 2015માં સ્ટેશન વાઈફાઈ પ્રોગ્રામ લોંચ કર્યો હતો. ભારતીય રેલવે સાથે મળીને શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ દેશના લગભગ 400 કરતા વધુ સ્ટેશનોમાં નિ:શુલ્ક વાઈફાઈ સર્વિસ અપાતી હતી.

READ ALSO

Related posts

દિગ્ગજ સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની હાલત અતિ નાજૂક, ICUમાં કર્યા ટ્રાન્સફર

Pravin Makwana

બાટલા હાઉસમાં ત્રાસવાદી હુમલામાં શહીદી વ્હોરનાર ઇન્સ્પેક્ટર શર્માને શહાદત બાદ સલામી, શૌર્ય એવોર્ડ

Dilip Patel

રશિયાની રસી પર અમેરિકાએ ઉડાવી મજાક: વાંદરાને પણ લાયક નથી, રશિયા કરતાં યુએસને ચીનની રસી પર વધુ ભરોસો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!