GSTV

Internet પર બતાવવામાં આવતી જાહેરાતોથી છો પરેશાન? આ રીતે બદલી નાખો Settings

Internet

બધી બાબતોની જેમ, ઇન્ટરનેટ (Internet) પર જોવા મળતી જાહેરાતો (advertisement) બેધારી તલવાર જેવી છે. એના વિના ઇન્ટરનેટનો મફત ઉપયોગ શક્ય નથી, એટલે જાહેરાતો સ્વીકાર્યા વિના છૂટકો નથી. આપણે ફક્ત એટલું નક્કી કરી શકીએ છીએ કે આપણને જેને જોવામાં રસ હોય એવી જ જાહેરાતો બતાવવામાં આવે કે પછી, ગૂગલ-ફેસબુક (Google-Facebook) વગેરે પોતાની મરજી પ્રમાણે જાહેરાતો બતાવે. મતલબ કે જાહેરાત ઉપયોગી પણ થઈ શકે અને કંટાળો પણ આપી શકે – બંને સ્થિતિમાં આપણે તેનાં સેટિંગ્સ સમજ્યાં હોય તો કામ લાગે!

Internet

Internet પર જે પોસ્ટ જોતા હશે તે આધારીત જાહેરાત નક્કી થાય છે

ફેસબુક (Facebook)ની વાત કરીએ તો તેના પર આપણે આપણા વિશે જે કંઈ માહિતી મૂકી હોય, જે કંઈ પોસ્ટ કરી હોય અને બીજા લોકોની પોસ્ટ પર જે કંઈ એકશન લીધાં હોય તે બધું ધ્યાનમાં રાખીને ફેસબુક આપણને બીજા લોકોની કઈ પોસ્ટ અને કઈ જાહેરાત બતાવવી તે નક્કી થાય છે. આ વાત ઉદાહરણ આપીને સમજાવતાં ફેસબુક પોતે કહે છે કે જો તમે ટ્રાવેલ વેબસાઇટ્સ કે એપ્સનો વધુ ઉપયોગ કરતા હો તો તમને ફેસબુક પર હોટેલ ડિલ્સની જાહેરાતો જોવા મળશે! જો તમે આવી ઇન્ટરેસ્ટ આધારિત જાહેરાતો બંધ કરો તો જાહેરાત બતાવતી વખતે માત્ર આપણા સર્ફિંગને ધ્યાને લેવાનું બંધ થશે, તેનાથી જાહેરાતના પ્રમાણમાં કોઈ ફેર પડશે નહીં. એ ખાસ યાદ રાખશો કે ફેસબુક પર તમે કોઈ પણ પેજ લાઇક કરો તો એ પેજની ફેસબુક પરની જાહેરાતમાં તમે તેને લાઇક કરો છો એવું તમારા નામ સાથે જોવા મળી શકે છે.

Internet

Internet પર લાઈક કરેલી પોસ્ટ આ રીતે બતાવે છે ‘રીલેટેડ પોસ્ટ’

વધુ ગંભીર બાબત એ છે કે કોઈ પણ બિઝનેસ પેજને તમે લાઇક કર્યું હોય, તો એ પેજની કોઈ પણ – ફરી ધ્યાન આપશો – કોઈ પણ પોસ્ટ તમે લાઇક કરો છો એવા શીર્ષક સાથે ફેસબુક તમારા મિત્રોને બતાવી શકે છે. ફેસબુક આવી પોસ્ટની બાજુમાં માત્ર ‘રીલેટેડ પોસ્ટ’ એવો ઉલ્લેખ કરીને છૂટી જાય છે! મતલબ કે તમે જે પોસ્ટ લાઇક કરવાનું કે કમેન્ટ કરવાનું દૂર રહ્યું, જેને ક્યારેય જોઈ પણ ન હોય એવી પોસ્ટ પણ તમે લાઇક કરો છો એવું ફેસબુક આખી દુનિયાને કહી શકે છે. એટલે કે તમે શાકાહારી હો પણ કોઈ વેજ-નોનવેજ બંને પ્રકારનું ફૂડ આપતી રેસ્ટોરાં ચેઇનના બિઝનેસ પેજને લાઇક કર્યું હોય અને એ પેજ પરથી ચીકન બર્ગરની પોસ્ટ પ્રમોટ કરવામાં આવે, તો એ પોસ્ટને તમે લાઇક કરી છે એવું તમારા મિત્રોને જોવા મળે એવું બની શકે છે. ઉપરાંત આવી જાહેરાત ફેસબુક તમને પોતાને ક્યારેય બતાવતું નથી એટલે કોઈ મિત્ર તમને જાણ કરે ત્યારે જ ઝાટકો લાગી શકે છે!

માનવું મુશ્કેલ છે પણ તમે કોઈ પણ વેબપજની લિંક બીજા મિત્રો સાથે શેર કરો, જેને ફેસબુક પર લાઇક કરી શકાય તેમ હોય, તો ફેસબુક આપોઆપ એ પેજને તમે લાઇક કર્યું છે એવું ગણી લે છે. મતલબ કે તમને કોઈ વેબસાઇટમાં દર્શાવાયેલી માહિતી સામે સખત વાંધો હોય અને એ વાંધો તમારા મિત્રો સમક્ષ રજૂ કરવા તમે એ પેજની લિંક મિત્રો સાથે શેર કરી હોય તો પણ ફેસબુક તેને લાઇક ગણી લે છે! ફેસબુકની મુશ્કેલી એ છે કે તેની પોલિસી, સેટિંગ્સ વગેરે બહુ ઝડપથી બદલાતું રહે છે, આથી અહીં લખેલી બાબતો ગમે ત્યારે બદલાઈ શકે છે. છતાં, આ બધું ધ્યાનમાં રાખીને, ફેસબુકમાં જાહેરાતનાં સેટિંગ્સ અચૂક તપાસવા જેવાં છે.

Internet

પીસીમાં કે મોબાઇલમાં ફેસબુક એપમાં સેટિંગ્સમાં જાઓ. તેમાં ઉપરના સર્ચ બોક્સમાં ‘એડ્સ’ લખી સર્ચ કરો.

અહીંથી ‘એડ પ્રેફરન્સીઝ’ (Ad Preferences)માં જાઓ. તેમાં, ફેસબુક કયા કયા વિષયોને તમારા રસના વિષય ગણે છે તે જોવા મળશે. અહીં કંઈ વાંધાજનક લાગે તો તેને સિલેક્ટ કરી રીમૂવ કરી શકાય. તમે કયા કયા બિઝનેસની એડ્સને ક્લિક કરી છે તે પણ જોઈ શકાશે. તેમાંથી કોઈ સાથે તમારો ખરાબ અનુભવ હોય તો તેને રિપોર્ટ કરી શકાય છે. તમારી સંપર્ક માહિતી કયા કયા બિઝનેસે ફેસબુક પર અપલોડ કરી છે એ પણ તમે અહીં જોઈ શકશો! તમે કયા વિષયની જાહેરાતો જોવા માગતા નથી એ અહીં નક્કી કરી શકાશે. આ સિવાય ઘણી ‘નવાઈજનક’ માહિતી તમને અહીં મળી શકે છે. એડવર્ટાઇઝર્સની દૃષ્ટિએ જોઈએ તો આ બધી સ્માર્ટ એટવર્ટાઇઝિંગની નવી રીતો છે (જે જબરજસ્ત અસરકારક પણ છે!) અને યૂઝર તરીકે જોઈએ તો તેમાં આપણને કદાચ અમુક વાંધા પણ હોઈ શકે. એટલે જ આ બેધારી તલવારનાં સેટિંગ્સ સમજવા જેવાં છે!

Read Also

Related posts

ન્યૂયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

Nilesh Jethva

કોરોના: જ્યાં ઈસુને વધ:સ્થંભ પર ટાંગવામાં આવ્યા હતા તે ચર્ચને 700 વર્ષ બાદ બંધ કરાયું

Pravin Makwana

આગામી સમયમાં કોરોના સામે લડવા ભારતને 50 હજાર વેન્ટિલેટર અને આટલા કરોડ માસ્કની પડશે જરૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!