GSTV
Home » News » કુલભૂષણ કેસમાં ICJએ કહ્યું- જ્યાં સુધી પાક.પોતાના ચુકાદાની સમીક્ષા ન કરે ત્યાં સુધી…

કુલભૂષણ કેસમાં ICJએ કહ્યું- જ્યાં સુધી પાક.પોતાના ચુકાદાની સમીક્ષા ન કરે ત્યાં સુધી…

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન સામે ફરી એક વખત ભારતની બહુ મોટી કુટનીતિક જીત થઇ છે. નેધરલેન્ડના હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી છે. કુલભૂષણ જાધવ મામલે 15-1 મુજબ ભારતના પક્ષમાં નિર્ણય આવ્યો છે. કોર્ટે પાકિસ્તાનને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે પણ જણાવ્યું છે. સાથે જ જાધવને કોન્સ્યુલર એક્સેસ માટે પણ કોર્ટે મંજૂરી આપી છે.

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં પાકિસ્તાનની જેલમાં કેદ ભારતના પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવના કેસમાં ભારતની બહુ મોટી જીત થઇ છે. કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવવાનો મહત્વનો ચૂકાદો આપતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.

કુલભૂષણ જાધવ મામલે 15-1 મુજબ ભારતના પક્ષમાં નિર્ણય આવ્યો. મતલબ કે કુલ 16 જજ પૈકી 15 જજે ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જ્યારે કે એકમાત્ર પાકિસ્તાનના જજ દ્વારા પાકિસ્તાન તરફી ચુકાદો આપવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે તેમના ચૂકાદામાં જણાવ્યું કે કુલભૂષણને ફાંસી આપવાના નિર્ણય મુદ્દે પાકિસ્તાન પુનર્વિચાર કરે. પાકિસ્તાન જ્યાં સુધી પોતાના ચુકાદાની સમીક્ષા ન કરે ત્યાં સુધી ફાંસી પર રોક યથાવત રહેશે. પાકિસ્તાને વિયેના કન્વેન્શનનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કર્યું છે. જાધવને ફાંસીની સજા એ વિયેના સંધીની કલમ-36નો ભંગ છે.

આ સાથે જ ICJ કોર્ટે કહ્યું કે કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ મળે. કાઉન્સિલર એક્સેસ મેળવવો એ જાધવનો અધિકાર છે. કાઉન્સિલર એક્સેસ આપવા મુદ્દે પાકિસ્તાને નિયમોનો ભંગ કર્યો છે. જ્યારે કે ભારતે તમામ પ્રક્રિયાનું પાલન કર્યું છે.

મહત્વનું છે કે ભારતે જાધવ વિરુદ્ધ પાકિસ્તાની સૈન્ય કોર્ટની ટ્રાયલને પડકારી હતી. જે બાદ આઇસીજેએ 18 મે 2017ના રોજ પાકિસ્તાનને જાધવ મુદ્દે કોઇ નિર્ણય આવે ત્યાં સુધી કોઇ પણ કાર્યવાહી કરવાની રોક લગાવી હતી.

READ ALSO

Related posts

‘કોના કહેવાથી આવ્યા છો?’ વિપક્ષ નેતા બદલવાની માગ લઈ ગયેલા કોંગ્રેસીઓ પર રાજીવ સાતવ ભડક્યા

Mayur

લો બોલો! ચોરોથી ATM તૂટ્યું નહી તો રસ્તે રઝળતું મૂકીને નાસી છૂટ્યાં, પોલીસને પણ છૂટ્યો પરસેવો

pratik shah

વિશ્વમાં કુલ 2817 લોકો પાસે એક અબજથી વધારેની સંપત્તિ, મુકેશ અંબાણી ટોપ ટેનમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!