GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

યોગ કરતી વખતે નહીં રાખો આ બાબતોનું ધ્યાન તો ફાયદાના બદલે ઉલ્ટાનું થશે નુકશાન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તારીખ નજીક આવવાથી દેશભરમાં તૈયારીઓ ખુબ જ ઝડપથી ચાલી રહી છે. 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને ત્યારે દરેક લોકોને યોગ સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યોગ કરવુ ખુબ જ જરૂરી છે અને તેની સાથે એ પણ જરૂરી છે કે તે યોગ્ય નિયમો સાથે કરવામાં આવે. તો ચાલો જાણીએ કે યોગ કરવાની સાચી રીત કઈ છે.

યોગમાં તાલમેળની કમી

યોગ કરતા લોકો યોગઆસનમાં તાલમેળ નથી રાખતા. પોતાની ઇચ્છા પ્રમાણે ક્યારેક વધુ તો ક્યારેક ઓછા આસનો કરે છે. લોકો ક્યારેક યોગ કરે છે ક્યારેક નથી કરતા આવા સમયે શરીર પર સકારાત્મકની જગ્યાએ નકારાત્મક પ્રભાવ પડે છે. શરીરમાં પીડા અને અકડાઈ જવાની સમસ્યા થાય છે.

આસનમાં જબરદસ્તી

યોગ કરતા કરતા ક્યારેય શરીર સાથે જબરદસ્તી ન કરવી જોઈએ તેનાથી મસલ્સ અને નસો પર ભાર આવે છે અને ફાટવાની સંભાવના રહે છે. એક દીવસમાં વધુમાં વધુ યોગ કરવાની આશા તમને પથારી પર લઈ જઈ શકે છે. યોગને રિલેક્સ થઈને ધીરે ધીરે વધારવા જોઈએ.

શ્વાસ લેવાની રીત જાણો

યોગમાં શ્વાસ લેવાની રીત અને તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનુ જરૂરી માનવામાં આવે છે. યોગમાં આગળ વળતા શ્વાસ છોડવો જોઈએ અને પાછળ તરફ વળતા શ્વાસ લેવો જોઈએ અને સાથે શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ. જો તમે સતત થોડો સમય શ્વાસ નહીં લો તો માંસપેશીઓ સુધી ઓક્સિજન નહીં પહોંચે જે તમારા શરીર માટે હાનીકારક છે.

ખાવા પીવા અને યોગ વચ્ચેનો સમય

ભોજન અને યોગ વચ્ચેનો સમય ઓછામાં ઓછો 3 કલાકનો હોવો જરૂરી છે અને એક કલાક પહેલા પાણી પીવાનુ છોડવુ જોઈએ, કેટલાંક લોકો વચ્ચે વચ્ચે પાણી પીએ છે જે બીલકુલ ખોટુ છે. યોગ કરવુ ખુબ જ જરૂરી છે પરંતુ તેના કરતા પણ જરૂરી છે કે તે સાચી રીતે કરવામાં આવે. તેથી હંમેશા યોગ જાણકારોના નિર્દેશમાં જ કરવા

Related posts

ફેમસ પોર્ન સ્ટાર : લગ્ન બાદ જીવે છે સફળ લાઈફ, પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ગેરફાયદા સાથે છે આ ફાયદા

Mansi Patel

પ્રાઈવેટ ટ્રેનમાં મુસાફરી કરવી છે તો ખિસ્સુ કરવું પડશે ખાલી, રેલવે નહીં પરંતુ આ લોકો નક્કી કરશે ભાડુ

Arohi

બદલાતા મોસમમાં તાવ, ઉધરસ, શરદી અને ફ્લૂથી કેવી રીતે કરશો બચાવ? આ રહ્યા અદભૂત ઘરેલું ઉપાય

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!