GSTV

યોગ સમયે આ ભૂલ ન કરતાં, નહીંતર ફાયદાના બદલે થશે નુકસાન

Last Updated on June 18, 2020 by Karan

પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે દરેકનું સપનું હોય છે. તનાવ અને ભાગદોડ વાળી લાઈફમાં લોકો પોતાના આ સપનાંને પૂરું કરવા માટે યોગનો સહારો લે છે. એક તરફ યોગ આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે, ત્યાં ખોટા યોગાસન પણ આપણી તકલીફ વધારે છે. 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવશે. એવામાં તમને જણાવીએ કે યોગ કરતી વખતે 7 ભૂલ જે તમારા સ્વાસ્થ્યને બગાડે છે.

યોગ પહેલાં ભોજન

યોગના 2-3 કલાક પહેલાં કંઈ પણ જમવું નહીં. કારણ કે જમીને યોગ કરશો તો તમારા શરીરમાં એઠન થઈ શકે છે. જીવ ગભરાઈ શકે છે અને ઊલટી થઈ શકે છે. જોકે શરીરને જમવાનું ડાયજેસ્ટ કરવામાં સમય લાગે છે, જેના કારણે યોગ કરતી વખતે થાકનો અહેસાસ થાય છે.

ઈજા હોય ત્યારે યોગ ન કરો


જો તમારા શરીરમાં કોઈપણ જગ્યાએ વાગ્યું હોય અને યોગની કોઈ પણ મુદ્રા કરવા પર તકલીફ થાય તો તેની જાણકારી તમારા યોગ ટીચરને જરૂર કરો.

યોગ દરમિયાન મોબાઈલથી દૂર રહો

યોગ કરતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન યોગ પર જ રાખો. મોબાઈલને યોગા ક્લાસમાં લઈ ન જાવ.

ખોટા કપડાંની પસંદગી

યોગનો અભ્યાસ કરવા માટે સારા કપડાંની પસંદગી કરો. યોગ કરતી વખતે તમારા કપડાં ટાઈટ ન પહેરો, અને ધ્યાન રાખો કે પરસેવો શોષાય તેવા હોય.

યોગ વખતે વાતચીત ન કરો

આમ તો તમારા ક્લાસના લોકો સાથે વાત કરવી યોગ્ય હોય છે, પરંતુ યોગ કલાસમાં જેટલું બની શકે તેટલી ઓછી વાત કરો. તમારું ધ્યાન તો નહીં રહે સાથે બીજા લોકોનું પણ ધ્યાન તમારી તરફ જશે. જોશમાં ન કરો યોગ
ઉત્સાહમાં આવીને કોઈ પણ મુદ્રા જબરદસ્તી કરવાની કોશિશ ન કરો. ધીમેધીમે સમય લઈને કરવાની કોશિશ કરો, જેથી શરીરમાં કોઈ પણ પ્રકારની બીજી તકલીફ ન થાય.

Read Also

Related posts

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!