GSTV
Home » News » યોગ કરતી વખતે નહીં રાખો આ બાબતોનું ધ્યાન તો ફાયદાના બદલે ઉલ્ટાનું થશે નુકશાન

યોગ કરતી વખતે નહીં રાખો આ બાબતોનું ધ્યાન તો ફાયદાના બદલે ઉલ્ટાનું થશે નુકશાન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તારીખ નજીક આવવાથી દેશભરમાં તૈયારીઓ ખુબ જ ઝડપથી ચાલી રહી છે. 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને ત્યારે દરેક લોકોને યોગ સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યોગ કરવુ ખુબ જ જરૂરી છે અને તેની સાથે એ પણ જરૂરી છે કે તે યોગ્ય નિયમો સાથે કરવામાં આવે. તો ચાલો જાણીએ કે યોગ કરવાની સાચી રીત કઈ છે.

યોગમાં તાલમેળની કમી

યોગ કરતા લોકો યોગઆસનમાં તાલમેળ નથી રાખતા. પોતાની ઇચ્છા પ્રમાણે ક્યારેક વધુ તો ક્યારેક ઓછા આસનો કરે છે. લોકો ક્યારેક યોગ કરે છે ક્યારેક નથી કરતા આવા સમયે શરીર પર સકારાત્મકની જગ્યાએ નકારાત્મક પ્રભાવ પડે છે. શરીરમાં પીડા અને અકડાઈ જવાની સમસ્યા થાય છે.

આસનમાં જબરદસ્તી

યોગ કરતા કરતા ક્યારેય શરીર સાથે જબરદસ્તી ન કરવી જોઈએ તેનાથી મસલ્સ અને નસો પર ભાર આવે છે અને ફાટવાની સંભાવના રહે છે. એક દીવસમાં વધુમાં વધુ યોગ કરવાની આશા તમને પથારી પર લઈ જઈ શકે છે. યોગને રિલેક્સ થઈને ધીરે ધીરે વધારવા જોઈએ.

શ્વાસ લેવાની રીત જાણો

યોગમાં શ્વાસ લેવાની રીત અને તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનુ જરૂરી માનવામાં આવે છે. યોગમાં આગળ વળતા શ્વાસ છોડવો જોઈએ અને પાછળ તરફ વળતા શ્વાસ લેવો જોઈએ અને સાથે શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ. જો તમે સતત થોડો સમય શ્વાસ નહીં લો તો માંસપેશીઓ સુધી ઓક્સિજન નહીં પહોંચે જે તમારા શરીર માટે હાનીકારક છે.

ખાવા પીવા અને યોગ વચ્ચેનો સમય

ભોજન અને યોગ વચ્ચેનો સમય ઓછામાં ઓછો 3 કલાકનો હોવો જરૂરી છે અને એક કલાક પહેલા પાણી પીવાનુ છોડવુ જોઈએ, કેટલાંક લોકો વચ્ચે વચ્ચે પાણી પીએ છે જે બીલકુલ ખોટુ છે.

યોગ કરવુ ખુબ જ જરૂરી છે પરંતુ તેના કરતા પણ જરૂરી છે કે તે સાચી રીતે કરવામાં આવે. તેથી હંમેશા યોગ જાણકારોના નિર્દેશમાં જ કરવા

Related posts

સિંગતેલના ભાવમાં ભડકો, ખાદ્યતેલના ભાવ વધવાના આ છે કારણો

Mayur

એરટેલના આ ગ્રાહકોને મળી રહ્યું છે રૂપિયા 1,000 નું ડિસ્કાઉન્ટ, ઓફર માત્ર આજ માટે જ

NIsha Patel

15 લાખથી 34 લાખ રૂપિયા મળશે પગાર, આ કંપનીને ભારતમાં જરૂર છે સ્માર્ટ યુવાનોની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!