GSTV
Home » News » યોગ અને વ્યાયામને એક-બીજાથી અલગ સમજવાની ભુલ ન કરતા, બંનેમાં છે આ 5 મોટા અંતર

યોગ અને વ્યાયામને એક-બીજાથી અલગ સમજવાની ભુલ ન કરતા, બંનેમાં છે આ 5 મોટા અંતર

મોટાભાગે લોકો વ્યાયામ અને યોગને એક સમજવાની ભુલ કરે છે, જ્યારે બંને બીલકુલ અલગ છે. વ્યાયામથી તમે માત્ર શારીરિક રીતે મજબુત થાય છે, બીજી તરફ યોગથી તમને માનસિક અને ભાવનાત્મક રૂપથી પ્રબળ બનાવે છે. ચાલો તમને જણાવીએ યોગ અને વ્યાયામના 5 મોટા અંતર… 

શ્વાસ લેવાની પ્રક્રિયા અલગ છે

એક્સરસાઈજમાં તમે તમારા શ્વાસો પર ધ્યાન નથી આપતા અને શ્વાસો ખુબ જ ઝડપી થઈ જાય છે. યોગમાં શ્વાસો પર સંતુલન શીખવવામાં આવે છે અને આસનની આધાર પર શ્વાસ લેવના હોય છે. યોગાસનમાં અંદરના અંગો પર ખુબ જ પ્રભાવ પડે છે. જ્યારે વ્યાયામથી બહારના શરીર પર અસર પડે છે.

લચીલાપણુ

યોગાસનથી શરીર લચીલુ રહે છે જ્યારે વ્યાયામથી માંસપેશિઓમાં વૃદ્ધિ થાય છે. એક્સરસાઈજમાં વધારો તાકાત અને પ્રબળતા પર જોર આપે છે, જેનાથી માંસપેશિઓને નુકશાન પહોંચી શકે છે. યોગ ધીમી ગતીથી કરવામાં આવે છે અને સહનશક્તિ વધારે છે. યોગથી માંસપેશિઓ નબળી નથી પડતી.

ભુખમાં પણ અંતર

એક્સરસાઈજથી પાચન શક્તિ ઝડપી થઈ જાય છે જેનાથી ભુખ વધુ લાગે છે અને માણસ વધુ ખાય છે. યોગથી પાચન શક્તિ ધીમે થાય છે જેથી ભુખ ઓછી લાગે છે અને માણસ ઓછુ ખાય છે. એક્સરસાઈજથી વઘુ ઉર્જા ખર્ચાય છે જેનાથી તમે થાકી જાવ છો. યોગથી તમે થાકતા નથી પરંતુ તમે ફ્રેશ મહેસુસ કરો છો.

ઉંમરનું ફેક્ટર

એક્સરસાઈજમાં કોઈ સિદ્ધાંત નથી હોતો જ્યારે યોગ પાંચ સિદ્ધાંતો પર આધારીત છે. સારૂ ભોજન, સારા વિચારો, સાચા શ્વાસની પ્રક્રિયા, નિયમિત વ્યાયામ અને આરામ. એક્સરસાઈજ દરેક ઉંમરનો વ્યક્તિ કરી શકે છે. બિમાર માણસ પણ કેટલાંક આસનો કરી શકે છે.

આ વાતો પણ અલગ છે

એક્સરસાઈઝ કરતી વખતે તમારે તમારૂ ધ્યાન કેન્દ્રિત કરવુ જરૂરી નથી. યોગ કરતી વખતે તમારે તમારી શ્વાસો અને આસાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. જેનાથી શરીર પ્રતિ જાગરૂકતા વધે છે. યોગથી માનસિક શક્તિ વધે છે તથા ઈન્દ્રિયોને વશમાં કરવાની શક્તિ આવે છે.

READ ALSO

Related posts

Pro Kabaddi League 2019 :ન ચાલ્યો સિદ્ધાર્થ દેસાઈનો જાદૂ, યૂ મુંબાએ 6 પોઈન્ટથી જીત્યો મુકાબલો

Mansi Patel

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!