GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આંતરારષ્ટ્રીય મહિલા દિવસ: મહિલાઓ ચલાવશે ટ્રેન, તો પોલીસ સ્ટેશનમાં પણ નિભાવશે જવાબદારીઓ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ભારતમાં પણ અનેક જગ્યાએ મહિલાઓને જવાબદારીઓ સોંપવામાં આવશે. કેરળમાં તો બાળ અને મહિલા કલ્યાણ મંત્રી કે.કે.શૈલજાએ એક ટ્રનને ચલાવવાની જવાબદારી જ મહિલાઓને સોંપી હતી. ઉપરાંત કેરળના પોલીસ વડ લોકનાથ બહેરાએ પણ કેટલાક પોલીસ સ્ટેશનોના સંચાલનની જવાબદારી મહિલાઓને સોંપી હતી.આવતી કાલે આઠમી માર્ચે મહિલા દિવસ હોવાથી મહિલાઓને ખાસ જવાબદારી સોંપાશે. પોલીસ વિભાગમાં જ્યાં એસએચઓ નહીં હોય ત્યાં પોલીસ સ્ટેશનોમાં સીનિયર પોલીસ સિવિલ પોલીસ ઓફિસર્સ ફરજ નીભાવશે જ્યારે મુખ્ય મંત્રી વિજયન પિનરાઇના તમામ વાહનોની સુરક્ષા પણ મહિલા પોલીસ ગાર્ડ કરશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ભારતમાં પણ અનેક જગ્યાએ મહિલાઓને જવાબદારી સોંપાશે

ઉપરાંત દિલ્હીમાં નોર્થ બ્લોકમાં આવેલી સીએમના સત્તાવાર નિવાસસ્થાને પણ મહિલાઓ જ સુરક્ષા સંભાળશે. કેરળમાં ધી વેનાડ એક્સપ્રેસ નામની ટ્રેન મહિલા ડ્રાઇવર ચલાવશે. સવારે સવા આઠ વાગે રવાના થનારી આ ટ્રેનની લોકો પાયલોટ,આસીસ્ટન્ટ લોકો પાયલોટ,પોઇન્ટસમેન,ગેટ કીપર અને ટ્રેકવુમન સુધીની તમામ જવાબદારી મહિલાઓ ઉપાડશે.ત્યાર પછી ટિકિટ બુકીંગ, માહિતી કેન્દ્ર, વેગનોનું સંચાલન અને સુરક્ષા પણ મહિલા સુરક્ષા દળ જ સંભાળશે.

ખ્ય મંત્રી વિજયન પિનરાઇના તમામ વાહનોની સુરક્ષા પણ મહિલા પોલીસ ગાર્ડ ની સુરક્ષામાં

શૈલજાએ કહ્યું હતું કે રાજ્ય માટે ખૂબ ગૌરવની વાત છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં જોવા મળશે. વેનાડ એક્સપ્રેસ 16302 ટ્રેન અર્નાકુલમથી શોરેન સુધી મહિલા પાયલોટ ચલાવશે.જ્યારે અર્નાકુલમ સાઉથ સ્ટેશનથી ઉપડનારી ટ્રેનની મહિલા કર્મચારીઓના સ્વાગત માટે રેલવે દ્વારા સવારે સવા દસ વાગે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

READ ALSO

Related posts

સુરત BRTS બસ સ્ટોપમાં આગની ઘટના, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને લીધી કાબુમાં

pratik shah

ગુજરાતમાં ભયંકર વરસાદને કારણે નદીઓમાં પૂર, દ્વારકા-પોરબંદરમાં રસ્તા પર વાહનો તરતા દેખાયા

Dilip Patel

પોરબંદરના ગ્રામ્ય પંથકમાં સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમ એલર્ટ પર, ભારે વરસાદની છે આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!