GSTV

મહિલા મુસાફરો માટે ખુશખબરી, Vistara Airlines આપશે આ સુવિધા

vistara airlines womens day offer

આવતીકાલે 8 માર્ચ, એટલે કે આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. મહિલા પ્રતિભાઓનું સન્માન અને નારી વિશેષ માટે અનેક કાર્યક્રમો થાય છે. જો કે મહિલાઓ માટે ખુશીનાં સમાચાર મળી રહ્યા છે. ખાનગી ક્ષેત્રની ઉડ્ડયન કંપની વિસ્તારા મહિલા મુસાફરોને મફતમાં સેનેટરી પેડ આપશે.

વિસ્તારા કંપની આ કામની શરૂઆત આગામી આઠ માર્ચ મહિલા દિવસથી એટલે કે આવતીકાલથી કરશે. આવી સુવિધા આપવા વાળી પહેલી એરલાઇન્સ કંપની છે. વિસ્તારાએ ગઈ કાલે એક નિવેદનમાં જણાંવ્યું હતું કે વિમાનમાં ‘ISO 9001:2015’ ગુણવત્તા માર્કા ધરાવતા ઇકોફ્રેન્ડલી સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેનીટરી પેડ પ્લાસ્ટીક,રાસાયણિક પદાર્થો અને પરફ્યૂમ રહિત હશે.

ગત વર્ષે ભારતીય રેલવે એ પણ સેનીટરી પેડ આપવાની શરૂઆત કરી હતી. રેલવે એ મહિલાઓની મદદ માટે પાંચ રૂપિયામાં સેનીટરી પેડ આપવાનું ચાલુ કર્યુ હતું.  આ માટે નવી દિલ્હી રેલવે સ્ટેશન, નિઝામુદ્દીન રેલવે સ્ટેશન તેમજ રેલ ભવનમાં સેનીટરી પેડની મશીનો લગાવવામાં આવી હતી.

તાજેતરમાં જ વિસ્તારા એર લાઇન્સે દિલ્હી અને બાગડોગરાથી ડિબ્રૂગઢ માટે સીધી વિમાની સેવા  શરૂ કરવાનું એલાન કર્યુ હતું. આ વિમાન સેવા કોમર્શિયલી 3 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. એરલાઇન્સ બાગડોગરાથી ડિબ્રૂગઢની સીધી હવાઈ મુસાફરી માટે 2399 રૂપિયામાં જઈ શકાશે. તેમજ દિલ્હીથી દિબ્રૂગઢની મુસાફરી માટે 4999 રૂપિયા આપવા પડશે.

READ ALSO

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!