GSTV
Ajab Gajab Trending

રેલવે ટ્રેક પર ભરાય છે વિશ્વનું આ અનોખુ માર્કેટ, નામ છે ‘જીવન-જોખમ’ બજાર

થાઈલેન્ડના સમુત સોંગખરામ પ્રાંતમાં મેકલોંગ રેલવે સ્ટેશન એક પર્યટક આકર્ષણ છે. સ્ટેશન પર રોમ હુપ માર્કેટ છે. આમ તો આ એક સામાન્ય બજાર છે જ્યાં સમુદ્રી ભોજન, શાકભાજી, ફળ, માંસ અને અન્ય વિવિધ સામાન મળે છે પરંતુ આના સાથે જોડાયેલી એક વસ્તુ છે જે આને ખૂબ ખાસ બનાવે છે. 

આ બજારને ‘જીવન-જોખમ’ બજાર કહેવામાં આવે છે કેમ કે આના સ્ટોલ માઈ ક્લોંગ-બાન લામ રેલવે લાઈનની એકદમ નજીક છે. મહાચાઈ અને માઈ ક્લોંગ વચ્ચે આ એક નાની રેલવે લાઈન છે. થાઈલેન્ડ પર્યટનની વેબસાઈટ અનુસાર બજાર 100 મીટરમાં ફેલાયેલુ છે અને સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

બજારમાં દુકાનદાર તડકાથી બચવા માટે છત્રીઓ લગાવે છે. શેલ્ટર રેલવે ટ્રેસથી ચોંટેલા રહે છે જ્યાં ગ્રાહક ખરીદી કરે છે પરંતુ જ્યારે આવતી ટ્રેનની સીટી સંભળાય છે તો અચાનક બજારમાં હલચલ મચી જાય છે. દુકાનદાર દુકાનની છત્રીઓને બંધ કરવાની સાથે-સાથે તમામ સામાન હટાવવામાં લાગી જાય છે જેથી ટ્રેનને પસાર થવામાં કોઈ મુશ્કેલી પડે નહીં

Related posts

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી

Vishvesh Dave
GSTV