GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ગુજરાતના આ શહેરોમાં આકાશમાં જોવા મળશે અદ્ભૂત ઘટના, 6 મીનિટ સુધી જોઈ શકશો નજારો

અંતરિક્ષની રહસ્યમય દુનિયાને જાણવા માટે વૈજ્ઞાનિકો સતત પ્રયાસો કરતા રહે છે. ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનને પણ આ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, સૂર્ય અને ચંદ્રની પછી સ્પેશ સ્ટેશનને સૌથી સરળતાથી દેખી શકાય છે. આકાશમાં સૌથી વધારે ચમક ધરાવતો હોવાના કારણે તેનું જોવુ સહેલુ થઈ જાય છે. ઈંટરનેશનલ સ્પેશ સ્ટેશનને જોવા માટે યોગ્ય સમય અને સ્પષ્ટ આકાશ હોવુ જરૂરી છે. આ ઉપરાંત સ્પેશ સ્ટેશનને તમારા શહેરની ઉપર યોગ્ય એંગલ બનાવી સૂર્યાસ્તના અમુક કલાકો પછી સૂર્યોદયની પહેલા નિકળવુ જોઈએ.

આજે આ શહેરોમાં દેખાશે

આજે દુનિયાના અમુક શહેરોમાં ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન દેખાશે. જેમાં ગુજરાતના રાજકોટ, અમદાવાદ, રાજસ્થાનમાં જયપુર અને દિલ્હીમાં પણ દેખાશે. એક રિપોર્ટ પણ આજે તે સ્પષ્ટ દેખાઈ શકે છે. આજે રાતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આ શહેરોની ઉપરથી લગભગ 90 ડિગ્રી એંગલથી નિકળશે. એટલા માટે તેને જોઈ શકાશે.

રાજકોટ અને અમદાવાદમાં ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન મંગળવાર રાતે 8.35 મીનિટ પર દેખાશે. તો વળી જયપુર અને દિલ્હીમાં આ સ્પેશ સ્ટેશન રાતના 8.37 મીનિટ પર નજરે પડશે.

6 મીનિટ સુધી દેખાશે નજારો

આ આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન રાજકોટ, અમદાવાદ, જયપુર અને દિલ્હીના આકાશમાં 6 મીનિટ સુધી દેખાવાની સંભાવના છે. જે એક તારાની માફક દેખાશે. જો કે, તે કોઈ પણ તારાથી કરતા વધારે ચમકદાર હશે. જે એક હવાઈ જહાજની માફક ઉડતો દેખાશે, પણ તેનાથી પણ વધારે તેજ ગતિએ જતુ જોવા મળશે.

આ શહેરોમાં પણ નજરે પડી શકે છે.

રાજકોટ, અમદાવાદ, જયપુર અને દિલ્હીમાં તો મંગળવારના રોજ સ્પેશ સ્ટેશન નજરે પડશે જ પણ સાથે સાથે 80 કિલોમીટરની રેડિયસવાળા વિસ્તારમાં પણ તે દેખાશે. જેથી વડોદરા, ઈંદૌર, આગરા, દેહરાદૂન અને ચંદીગઢમાં પણ દેખાશે. અહીં તે સીધો નહીં દેખાય પણ એક એંગલ સાથે જોવા મળશે.

આ કોઈ દુર્લભ ઘટના નથી

ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન દેખાવુ એ કોઈ દુર્લભ ઘટના નથી. જે પૃથ્વીની એક દિવસમાં 16 વાર ચક્કર લગાવે છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, તેને આકાશમાં જોવાના અનેક વાર અવસર મળે છે. જેના માટે ફક્ત આકાશ એકદમ સ્પષ્ટ હોવું જરૂરી છે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!