GSTV
Home » News » Nirbhaya Caseમાં ઈન્ટરનેશનલ શૂટર વર્તિકા સિંહે અમિત શાહને લોહીથી લખી ચિઠ્ઠી, કરી આ માંગ

Nirbhaya Caseમાં ઈન્ટરનેશનલ શૂટર વર્તિકા સિંહે અમિત શાહને લોહીથી લખી ચિઠ્ઠી, કરી આ માંગ

નિર્ભયા મામલામાં જ્યાં ચારેય દોષીઓનાં પરિજનો ફાંસીની સજાને લઈને સદમામાં છે. ત્યાં આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને લોહીથી એક પત્ર લખ્યો છે. એક ખાનગી ન્યૂઝ એજન્સીની ટ્વીટ મુજબ, તેણે સામુહિક બળાત્કાર નિર્ભયા મામલામાં માંગ કરી છેકે, તે ચારેય આરોપીઓને એક મહિલા દ્વારા મારી નાંખવા જોઈએ.

દોષીઓને ફાંસી મારા દ્વારા આપવામાં આવે

તો એક અન્ય ટ્વીટ મુજબ, લખનૌની વર્તિકા સિંહનું કહેવું છેકે, નિર્ભયા મામલામાં દોષીયોને ફાંસી મારા દ્વારા આપવામાં આવે. આ આખા દેશમાં એક સંદેશ આપશે કે એક મહિલા પણ ફાંસી આપી શકે છે. હું ઈચ્છુ છુકે, વુમેન એક્ટ્રેસ અને સાંસદ મારું સમર્થન કરે. મને આશા છેકે, તેનાંથી સમાજમાં એક મેસેજ જશે અને એક મોટો બદલાવ જોવા મળશે.

સુનાવણીમાં પોતાનો પક્ષ રાખવાની અનુમતિ આપી

ઉલ્લેખનીય છેકે, દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં એક ફિઝિયોથેરાપી વિદ્યાર્થીની સાથે સામુહિક દુષ્કર્મ અને હત્યાનાં મામલામાં ચાર દોષીઓમાંથી એક અક્ષય કુમારે સુપ્રિમ કોર્ટમાં પોતાની ફાંસીની સજાની સામે સમીક્ષા અરજી દાખલ કરી છે. કોર્ટે શુક્રવારે નિર્ભયાની માતાને તેની સમીક્ષા અરજીની સુનાવણીમાં પોતાનો પક્ષ રાખવા માટે અનુમતિ આપી છે.

READ ALSO

Related posts

સ્વાસ્થય માટે મનુષ્યની આ ટેવ છે ખતરનાક, માનસિક રોગ પણ થવાની શક્યતા

pratik shah

વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરનાં પતિએ જ વીએમસીનાં અધિકારીઓ ઉપર લગાવ્યો આ આક્ષેપ

Mansi Patel

આ જગ્યાએ ઝાડ પર લપેટાઈ પડ્યો હતો આટલો મોટો કિંગ કોબ્રા, જોઈને ડરી ગયા લોકો કે હજુ સુધી…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!