રેલવે વિભાગ નવા બનેલા સ્ટેશન માટે ‘સ્ટેશન ડેવલપમેન્ટ ફી‘ વસૂલશે. તેના કારણે લાંબાં અંતરની રેલવે મુસાફરી વધારે મોંઘી બનશે. ૧૦ રૃપિયાથી લઈને ૫૦ રૂપિયા સુધીની રકમ ટિકિટના બુકિંગ વખતે લાગશે. તે સિવાય પ્લેટફોર્મ ટિકિટ પણ ૧૦ રૃપિયા મોંઘી થશે. સરવાળે રેલવેનું બુકિંગ અત્યારની સરખામણીએ ૧૦થી ૫૦ રૂપિયા જેટલું મોંઘું પડશે.

રેલવે વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે લાંબાં અંતરની રેલવે મુસાફરી મોંઘી બનશે. સ્ટેશન ડેવલપમેન્ટ ફી (એસડીએફ) લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. ટિકિટના બુકિંગ પર ૧૦ રૃપિયાથી લઈને ૫૦ રૂપિયા જેટલો ચાર્જ લેવાશે. જનરલ ટિકિટના બુકિંગમાં ૧૦ રૂપિયા વધશે. સ્લીપર ક્લાસમાં ૨૫ રૂપિયા એસડીએફ ચાર્જ લાગશે અને સૌથી વધુ એસી ક્લાસની ટિકિટમાં ૫૦ રૂપિયા લગાડાશે.
નવા બનેલા રેલવે સ્ટેશન પર ચડવા ઉતરવાના ભાગરૃપે આ ચાર્જ મુસાફરોએ આપવો પડશે. જોકે, રેલવે સ્ટેશન બની ગયા પછી જ ચાર્જ લેવાશે એવું પણ અધિકારીઓએ ઉમેર્યું હતું. તે સિવાય રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટ પણ ૧૦ રૂપિયા મોંઘી બનશે. જે તે શહેરની આંતરિક યાત્રા માટે આ ચાર્જ લગાડાશે નહીં. એટલે કે લોકલ ટ્રેનમાં આવો ચાર્જ લાગે તેવી શક્યતા નથી.
આ ચાર્જ તમામ નવા રેલવે સ્ટેશનમાં એક સરખો લાગશે. રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે આ ચાર્જ લેવાથી રેલવેની સવલતોમાં વધારો થશે. રેલવે વિભાગ વધુને વધુ મોર્ડન બનશે. ખાનગી ક્ષેત્રને રોકાણ માટે આકર્ષવા આ પગલું ઉપયોગી બનશે એવો દાવો પણ અધિકારીઓએ કર્યો હતો. ભારતમાં વિવિધ રેલવે સ્ટેશનનો વિકાસ થઈ રહ્યો છે. જેવા કે રાણી કમલાપતિ રેલવે સ્ટેસન અને ગાંધીનગર રેલવે સ્ટેશનનો વિકાસ થઈ રહ્યો છે. એવા સ્ટેશનો માટે આ ચાર્જ લાગુ પડશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ
- મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો