GSTV

DGCAની જાહેરાત, 30 નવેમ્બર સુધી નહીં ઉડે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો, જાણો શું છે કારણ

કોરોના વાયરસ સંકટના કારણે શેડ્યુલ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક યાત્રી સેવાઓને હવે 30 નવેમ્બર 2020 સુધી રદ્દ કરી દેવામાં આવી છે. ડીજીસીએએ બુધવારે આ અંગે જાણકારી આપી છે. આ પહેલા કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ફ્લાઈટ સેવાઓ ઉપર લાગેલા પ્રતિબંધોને 31 ઓક્ટોબર 2020 સુધી વધારી હતી.

બે મહિના બાદ ડોમેસ્ટિક ફ્લાઈટો કરાઈ હતી શરૂ

ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે બે મહિનાના અંતરાલ બાદ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટોને શરૂ કરવામાં આવી હતી. તે બાદ વિદેશમાં ફસાયેલા યાત્રિકોને પરત લાવવા માટે વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યું છે. અને ઘણા દેશોની સાથે એર બબલનો કરાર કરવામાં આવ્યો છે. ભારતીય એરલાઈન્સને પૂર્વ કોવિડ-19 ડોમેસ્ટિક અધિકતમ 60 ટકા સંચાલન કરવાની મંજૂરી છે. આ વર્ષે જૂનમાં કુલ 19.84 લાખ યાત્રિકોએ ડોમેસ્ટિક યાત્રા કરી છે. ડીજીસીએ જણાવ્યું કે, 25 મેથી 31 મેની વચ્ચે 2.81 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.

સપ્ટેમ્બરમાં આટલા યાત્રિકોએ કરી હતી મુસાફરી

ડીજીસીએના આંકડા પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બરમાં કુલ 34.93 લાખ યાત્રિકોએ ડોમેસ્ટિક ફ્લાઈટથી મુસાફરી કરી હતી. જે પાછલા વર્ષની તુલનામાં 66 ટકા ઓછી છે. તો જુલાઈ અને ઓગષ્ટમાં ક્રમશઃ 21.07 લાખ અને 28.32 લાખ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. ડીજીસીએ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે ઈન્ડિંગોએ સપ્ટેમ્બરમાં 22.66 લાખ યાત્રિકોને સેવાઓ આપી હતી. જે કુલ ડોમેસ્ટિક બજારનો 57.5 ટકા ભાગ છે. સ્પેસ જેટે 5.3 લાખ યાત્રિકોને સેવા આપી હતી. જે કુલ બજારનો 13.4 ટકા ભાગ છે. સપ્ટેમ્બરમાં એર ઈન્ડિયા, એર એશિયા ઈન્ડિયા, વિસ્તારા અને ગોએરમાં ક્રમશઃ 3.72, 2.58 અને 2.6 લાખ યાત્રિકોએ મુસાફરી કરી હતી.

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!