GSTV
Gujarat Government Advertisement

આજે નર્સિંગ ડે : કોરોના મહામારીમાં હોસ્પિટલના વોર્ડને બીજુ ઘર બનાવ્યું, હાથમાં ફ્રેક્ચર સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં નોકરી

Last Updated on May 12, 2021 by Bansari

આધુનિક નર્સિંગની સ્થાપક અને સમાજ સુધારક નર્સ ફ્લોરેન્સ નાઈટિંગલનો જન્મ ૧૨મી મેના રોજ થયો હતો. સમાજમાં તેમના યોગદાન બદલ આ દિવસ સમગ્ર વિશ્વમાં નર્સિંગ ડે તરીકે ઉજવાય છે. ત્યારે છેલ્લા સવા વર્ષથી રાત-દિવસ જોયા વગર, ભલે ગમે તેવો કપરો સમય હોય છતાં પણ ફરજ પર હાજર રહીને કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા નર્સ અને બ્રધર્સને કેવી રીતે ભૂલી શકાય?

કોરોનાની લડાઈમાં પ્રથમ દિવસથી જોડાયેલ નર્સો કહે છે કે હવે તો કોરોના વોર્ડ જ અમારુ બીજુ ઘર બની ગયું છે એટલે જ્યારે અહીં દાખલ થયેલ કોઈ દર્દી મોતને ભેટે ત્યારે અમારા આંસુ સૂકાતા નથી કારણકે તેઓ કેટલી આશાઓ લઈને અમારી પાસે આવ્યા હોય છે. ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે અમારા માટે ઘર, પરિવાર અને સંતાનો ગૌણ બની ગયા છે.

હાથમાં ફ્રેક્ચર સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં નોકરી કરી

મારા પતિને કોરોના પોઝિટિવ આવતા ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યારે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ તેના ત્રીજા જ દિવસે મને હાથમાં ફ્રેક્ચર થયું હતું. જો કે ઓપરેશન કરાવ્યાના એક જ અઠવાડિયામાં નોકરી પર હાજર થઈ ગઈ હતી. તે દરમિયાન હું વેક્શિનેશન ડ્રાઈવમાં ફરજ બજાવતી હતી અને ત્યારબાદ બીએપીએસ કોરોના કેર સેન્ટરમાં કામ કરી રહી છું. હાથમાં ફ્રેક્ચર સાથે પીપીઈ કીટ પહેરીને કામ કરવું અઘરુ છે. જો કે મને રજા મળતી હતી છતાં દર્દીઓની સારવાર કરવી મારી પહેલી ફરજ છે, અને બીજા નર્સો પર મારા કામનું ભારણ ન વધે એટલે ફરજ પર હાજર થઈ ગઈ હતી.

  • પ્રિયંકા મંડોળા, ગોત્રી હોસ્પિટલ

દર્દીઓને મૃત્યુ પામતા જોઈને અમે માનસિક રીતે ભાંગી પડયા છીએ

જ્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે પરિવારના સભ્યોને તે જલદી ઠીક થઈને ઘરે આવી જાય તેવી આશા હોય છે તે વારંવાર અમને પૂછે કે ક્યારે રજા આપશો? એટલે અમારી પણ જવાબદારી વધી જાય કે દર્દીને જલદી સાજા કરીને ઘરે મોકલી દઈએ. તેમની સતત અમે સારવાર કરતા હોઈએ અને બીજા જ દિવસે અમને ખબર પડે કે તે દર્દી રહ્યું નથી ત્યારે અમારાથી રડી પડાય છે, કારણકે દર્દી એકલા આવતા હોવાથી તેમના માટે અમે જ પરિવાર હોઈએ છીએ. તેમને જોઈને બીજા દર્દીઓ પણ માનસિક રીતે ભાંગી પડે છે, ત્યારે અમારી હાલત સંભાળવાની સાથે તેમને પણ સાંત્વના આપીએ છીએ.

  • ધરતી પટેલ, ગોત્રી હોસ્પિટલ

Read Also

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!