GSTV
Home » News » ચીને પાકિસ્તાનને બનાવ્યું દેવાળિયું, ઇમરાનખાને સેના મામલે લીધો મોટો નિર્ણય

ચીને પાકિસ્તાનને બનાવ્યું દેવાળિયું, ઇમરાનખાને સેના મામલે લીધો મોટો નિર્ણય

ઇન્ટરનેશનલ મોનિટરીંગ ફંડ, આરબ દેશો અને ચીન દ્વારા આપવામાં આવેલી લોનનું વ્યાજ પાકિસ્તાનની આર્થિક બેહાલીમાં ઉમેરો કરી રહ્યું છે. ત્યારે કપરી સ્થિતિમાં પાકિસ્તાનની સેનાએ મહત્વનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાની સેનાએ દેશની કથળતી અર્થવ્યવસ્થાને જોતા સંરક્ષણ બજેટમાં ભારે કાપ મુક્યો છે. પાકિસ્તાનમાં આંતરિક સુરક્ષાને લઇને અનેક પડકારો છે. તેમ છતાં પાકિસ્તાનની સેનાને મજબૂરીમાં બજેટમાં કાપ મુકવાની ફરજ પડી છે.

ઇમરાન ખાનનાં પ્રયાસો નિરર્થક

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન ખાડે જઇ રહેલા દેશની આર્થિક સ્થિતિ સુધારવા અનેક પગલાંઓ ભરી રહ્યા છે. પરંતુ તે કારગત નીવડી રહ્યા નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનની સેનાએ બહુ મોટો નિર્ણય કર્યો છે.

પાક.નાં ડિફેન્સ બજેટમાં કાપ

પાકિસ્તાની સેનાએ દેશની કથળતી જતી અર્થવ્યવસ્થાને ધ્યાને રાખીને પોતાના સંરક્ષણ બજેટમાં કાપ મુકવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2018માં પાકિસ્તાનનો કુલ સૈન્ય ખર્ચ 11.4 અબજ ડોલર રહ્યો હતો. આ ખર્ચ પાકિસ્તાનની કુલ જીડીપીના 4 ટકા બરાબર છે. બીજી તરફ 2018માં ભારતનો સૈન્ય ખર્ચ અંદાજે 66.5 અબજ ડોલર રહ્યો હતો. આ મામલે અમેરિકા 649 અબજ ડોલર સાથે પ્રથમ ક્રમે છે. પાકિસ્તાનનું આગામી નાણાકીય વર્ષનું સંરક્ષણ બજેટ અંદાજે 1.270 ટ્રિલીયન રૂપિયા આંકવામાં આવ્યું છે. આ બજેટમાં પૂર્વ સૈનિકોનું પેન્શન, રણનીતિક ખર્ચ અને સ્પેશિયલ સૈન્ય પેકેજમાં થનારા ખર્ચ સામેલ છે.

ચીનની જાળમાં ફસાયું પાકિસ્તાન

બીજી તરફ પાકિસ્તાનનું કુલ દેવું અને તેના જીડીપી વચ્ચેની સરેરાશ 70 ટકા સુધી પહોંચી ગઇ છે. કેમકે ચીને પાકિસ્તાનને બે તૃતિયાંશ જેટલી લોન 7 ટકા જેટલા ભારે વ્યાજ પર આપી છે. પાકિસ્તાન સરકારે પોતાની સૈન્યનાં બજેટમાં કાપ મુક્યો તેનું મુખ્ય કારણ ચીનની ઉંચા વ્યાજના દરવાળી લોન જ છે. પાકિસ્તાને ચીન પાસેથી લોન લીધા બાદ હવે તે ચીનની જાળમાં ફસાઇ ગયું છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં આતંકવાદ અને આર્થિક બદહાલી એટલી બધી છે કે પાકિસ્તાનમાં કોઇ વિદેશી કંપની રોકાણ કરવા માટે પણ તૈયાર નથી. પાકિસ્તાનમાં વર્ષ 2018માં ફક્ત 2.67 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. જ્યારે કે ચાલુ ખાતાની ખોટ 18 અબજ ડોલર રહી હતી.

READ ALSO

Related posts

ભૂતાનની રોયલ યુનિવર્સિટીમાં PM મોદીનું સંબોધન, ભારત અને ભૂતાનના સંબંઘો વિશે કહી આ વાત

Arohi

ભારે વરસાદથી આવક ઘટતા શાકભાજીના ભાવો વધ્યાં

Arohi

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 40નાં મોત 100થી વઘુ ઘાયલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!