GSTV

વિશ્વ બેંક બાદ હવે IMFએ પણ મોદી સરકારને આપ્યો ઝટકો, વિકાસની ગતિને આ વર્ષ લાગી બ્રેક

Last Updated on October 16, 2019 by Mayur

વિશ્વ બેંક બાદ ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડએ મોદી સરકારને ઝાટકો આપ્યો છે. આઇએમએફએ ભારતના નાણાકીય વર્ષ 2019-20માં રહેનારા વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. આઇએમએફએ જે આંકડા જારી કર્યા છે તેમાં ભારતનો વિકાસ દર 7.3 ટકા ધટાડીને 6.1 ટકા કરી નાખ્યો છે. આ પહેલા એપ્રિલમાં તેને 7.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યો હતો.

આ પહેલા સપ્ટેમ્બરમાં આઇએમએફએ નાણાકીય વર્ષ 201-20માં આર્થિક વિકાસ દર સાત ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી. તેમાં 0.30 ટકાનો ઘટાડો કર્યો હતો. તેના સંદર્ભમાં આઇએમએફનું કહેવું છે કે કોર્પોરેટ અને રેગ્યુલેટરી અનિશ્ચિતતાઓ અને કેટલાક નોન-બેંકિગ નાણાકીય સંસ્થાઓની કમજોરીના કારણે ભારતનો આર્થિક વિકાસ દર અનુમાનથી વધારે ખરાબ છે.

છ વર્ષના સૌથી નીચલા સ્તર પર વિકાસ દર

સરકારના આંકડા અનુસાર એપ્રિલ-જૂનના ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર છ વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. ગત વર્ષે આ સમયગાળામાં આ આંકડા આઠ ટકા હતા.

અમેરિકા-ચીન ટ્રેડ વોરએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ઝાટકો આપ્યો

આઇએમએફના પ્રવક્તા ગેરી રાઇસે કહ્યું કે, અમેરિકા-ચીનની વચ્ચે ચાલી રેહલા ટ્રેડ વોરએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ઝાટકો આપ્યો છે. તેનાથી ગ્લોબલ જીડીપી ગ્રોથ આગામી વર્ષે 0.8 ટકા ઘટવાની આશંકા છે.

અગાઉ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે જીડીપી અંદાજ ઘટાડી

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2019-20 માટે ભારતનો જીડીપી અંદાજ ઘટાડીને 6.20 ટકાના બદલે 5.80 ટકા કરી દીધો છે. મૂડીઝનું કહેવું છે કે ભારતીય અર્થતંત્ર નરમાશથી પ્રભાવિત છે. અને તેના કેટલાક કારણો દીર્ધકાલીન અસરોવાળા છે. રિઝર્વ બેંકએ તાજેતરમાં પોતાની મુદ્રા નીતિની સમિક્ષા બેઠક બાદ જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 6.10 ટકા કરી દીધું છે.

મૂડીઝે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અર્થંતંત્રની સુસ્તીના કારણે રોકાણમાં ઘટાડો આવ્યો છે. જેના કારણે રોજગારી સર્જનમાં આવી તેમજ ગ્રામીણ ક્ષેત્રમાં નાણાકીય સંકટથી ડિમાન્ડ પ્રભાવિત થઇ છે. મૂડીઝે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આપણે આગામી બે વર્ષ જીડીપીની વાસ્તવિક વૃદ્ધિ તથા મોંઘવારીમાં ધીમા સુધારાની આશા રાખીએ છીએ.

READ ALSO

Related posts

મોટા સમાચાર / ક્યારે થશે LICના IPOનું લિસ્ટિંગ અને વેચાશે એર ઇન્ડિયા? નાણાં સચિવે આપ્યું મોટું નિવેદન

Zainul Ansari

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!