GSTV

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડની કિંમતમાં સતત ઉછાળો

Last Updated on May 7, 2018 by

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતમાં સતત ઉછાળો નોંધાઇ રહ્યો છે. હાલમાં ક્રૂડની કિંમત છેલ્લા ચાર વર્ષની ટોચની સપાટી પર પહોંચી ગઇ છે. તેવામાં જો અમેરિકા ઇરાન ઉપર પ્રતિબંધો લગાવશે તો ક્રૂડની કિંમત હજુ પણ વધવાની સંભાવના જણાવાઇ છે.

નવેમ્બર 2014 બાદ પહેલી વખત ક્રૂડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઇ. આશંકા જતાવાઇ રહી છે કે અમેરિકા ફરી એકવાર મિડલ ઇસ્ટના ક્રૂડ પ્રોડ્યુસર ઇરાન ઉપર પ્રતિબંધો લગાવી શકે છે. જાણકારો મુજબ ઇરાન અને અમેરિકાની વચ્ચે તણાવ વધવાના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતોમાં વધારો નોંધાયો છે.

CRICKET.GSTV.IN

જો અમેરિકા ઇરાન ઉપર પ્રતિબંધો લગાવશે તો ક્રૂડ ઓઇલની નિકાસમાં મુશ્કેલી સર્જાશે. તેના કારણે સપ્લાઇ ઠપ થવાથી ક્રૂડની કિંમત ઉચકાશે. કાચા તેલના મોટા ઉત્પાક દેશ વેનેઝુએલામાં આર્થિક સંકટ સર્જાવાના કારણે પણ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ઇકોનોમિક સર્વેમાં જણાવાયું છે કે ક્રૂડ ઓઇલની કિંમત 2019માં 12 ટકા વધી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વૃદ્ધિ થવાથી ભારતના અર્થતંત્ર પણ અસર વર્તાશે. તેના મોંઘવારીમાં વધારો થશે અને જીડીપીમાં ઘટાડો નોંધાઇ શકે છે.

Related posts

ઘોર કળિયુગ/ 3 વર્ષથી 71 વર્ષના દાદા કરી રહ્યા હતા સગીર પૌત્રીનો રેપ, ગર્ભવતી થવા પર કરાવ્યું એબોર્શન

Harshad Patel

ગર્લફ્રેન્ડની એવી તે શું ભૂલ કે કારની છત ઉપર દોરડાથી બાંધીને શહેરમાં ફેરવી, બોયફ્રેન્ડે કેમ આવી વિચિત્ર સજા આપી, જાણો કારણ

Harshad Patel

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!