GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ક્રુડ ઓઈલના ભાવોમાં આવી તેજી, શું ફરી વધશે પેટ્રોલ-ડીઝલનો ભાવ ?

શનિવારે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં આ સપ્તાહમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં મજબુતી જોવા મળી રહી છે. પાછલા સપ્તાહો કરતા આ વખતે ક્રુડના ભાવોમાં બે ટકાનો વધારો થયો છે.

અત્યારે કેટલી છે પેટ્રોલ-ડીઝલની કિંમતો ?

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવોમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. ક્રમશઃ 80.43 રૂપિયા, 82.10 રૂપિયા, 87.19 રૂપિયા, 83.63 રૂપિયા પ્રતિલીટરના છે. ડીઝલના ભાવો પણ ચાર મહાનગરોમાં પૂર્વવત ક્રમશઃ 80.53 રૂપિયા, 75.64 રૂપિયા, 78.83 રૂપિયા અને 77.72 રૂપિયા પ્રતિલિટર જોવા મળી રહ્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં પાછલા મહિને ડીઝલના ભાવમાં 11.14 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. ત્યારે પેટ્રોલની કિંમતોમાં 9.17 રૂપિયાનો વધારો થયો છે. આ કરાણે દિલ્હીમાં પેટ્રોલથી મોંઘું ડીઝલ વહેંચાઈ રહ્યું છે.

શું વધશે ક્રુડ ઓઈલનો ભાવ ?

બેચમાર્ક ક્રુડ ઓઈલનો ભાવ આ સપ્તાહમાં 43 ડોલર સુધી ઉપર ઉછળ્યો છે. પરંતુ સપ્તાહના અંતરમાં તે ગગડીને 42.80 ડોલર પ્રતિબેલરે બંધ થયો છે. બજાર જાણકારોનું માનવું છે કે, ક્રુડ0 ઓઈલના ભાવ 45 ડોલર પ્રતિ બેરલથી નીચે છે ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૃદ્ધિ થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. કારણ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલા જ ઘણા વધી ગયાં છે.

ઈઝરાયેલ અને ઈરાનના તણાવનો પ્રભાવ

જો કે, ગ્લોબલી ઈઝરાયેલ અને ઈરાન તણાવ વધવાની આશંકા રાખવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય મિડિયામાં એવી વાતો ચાલી રહી છે કે, ઈઝરાયેલે સાઈબર હૂમલો કરીને ઈરાનના પરમાણુ બેઝ ઉપર બે વિસ્ફોટ કરી દીધા છે. આ ખબરની અસર ક્રુડ ઓઈલની કિંમતો ઉપર પડવાની આશંકા સેવાઈ રહી છે. સંભવ છે કે, આવનારા દિવસોમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારો થાય.

Related posts

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel

RBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી ચેક ભરતી વખતે રાખજો આ ધ્યાન

Mansi Patel

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!