GSTV
Gujarat Government Advertisement

આજથી અમદાવાદમાં 30મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોસ્તવ શરૂ

Last Updated on January 6, 2019 by

ઉત્તરાયણ એટલે પતંગોત્સવ જેની ગુજરાતીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં આજથી 30માં આંતરરાષ્ટ્રીય પતંગમહોસ્તવ શરૂ થયો છે. એનઆઈડીની પાછળ રિવરફ્રન્ટ પાસે પતંગમહોત્સવ યોજાયો છે. રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પતંગોત્સવને ખુલ્લો મુકશે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રવાસન પ્રધાન ગણપતસિંહ વસાવા પણ હાજર રહેશે. આ પતંગ મહોત્સવમાં ૪૫ જેટલા દેશોના ૧૫૧ પતંગબાજો ભાગ લીધો છે. જ્યારે દેશના ૧૩ જેટલા રાજ્યોમાંથી ૧૦૫ અને ગુજરાતના ૧૯ શહેરોના ૫૪૫ જેટલા પતંગ રસિકો જોડાયા છે. તો આ પતંગોત્સવમાં પેલેસ્ટાઈન, લિબિયા, ડીઆર કોંગો, મ્યાનમાર, તનિસિયા, માલી, ઝિમ્બાવે, તાઈપાઈ, બ્રુનેઈ દારુસલેમ, રવાંડા, મલેશિયા જેવા દેશોના રાજદૂતોએ ભાગ લશે   

તો અન્ય જિલ્લાઓમાં પણ પતંગમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 7 જાન્યુઆરીએ વડોદરામાં પતંગમહોત્સવ યોજાશે. તો 8 જાન્યુઆરીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં અને દ્વારકામાં પણ યોજાનાર છે. 9મીએ રાજકોટ અને સુરતમાં, 10મીએ  સોનગઢ અને જેતપુર, 11મીએ સાપુતારા અને કચ્છના ધોરડોમાં, 12મીએ કચ્છના સફેદ-રણમાં પતંગોત્સવ યોજાશે. જેનો લાભ રણ-ઉત્સવની મુલાકાતે આવનાર પ્રવાસીઓ પણ લઈ શકશે. જ્યારે 14 જાન્યુઆરીએ અમદાવાદની પોળોમાં પરંપરાગત રીતે ધાબા અને અગાશીઓ ઉપર પ્રવાસન નિગમ દ્વારા દેશ વિદેશના વિવિધ પતંગ રસિકો સાથે પતંગોત્સવ યોજાશે. જોકે અમદાવાદમાં બધા દિવસ છઠ્ઠીથી 14 જાન્યુઆરી સુધી ઉજવણી થશે.

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

રોંગ સાઈડના રાજા: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓએ ભર્યો કરોડોનો દંડ, લોકડાઉનમાં પણ નથી કરી પાછીપાની

Pravin Makwana

ભાજપનું નામ વટાવી રેતી ચોર ચલાવે છે લીઝ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાએ પોલીસ ફરિયાદ કરાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!