GSTV
Home » News » પ્રવીણ તોગડિયાએ ફરી સાધ્યું સરકાર પર નિશાન, રામમંદિરને લઈ ભાજપે હિંદુઓનો વિશ્વાસ તોડ્યો

પ્રવીણ તોગડિયાએ ફરી સાધ્યું સરકાર પર નિશાન, રામમંદિરને લઈ ભાજપે હિંદુઓનો વિશ્વાસ તોડ્યો

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કેન્દ્રની મોદી સરકારને ફરી એકવાર નિશાને લીધી છે. તોગડિયાએ રાજસ્થાનમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે કેન્દ્રની મોદી સરકારે રામમંદિરને લઈને દેશના હિંદુઓનો વિશ્વાસ તોડ્યો છે. પોતાના નિવેદનમાં તોગડિયાએ કહ્યુ છે કે જો આરએસએસ સાડા ચાર વર્ષોમાં મોદી સરકાર પાસે નવી શિક્ષણ નીતિ બનાવડાવી શકે છે, તો રામમંદિર પર કાયદો કેમ બનાવડાવ્યો નહીં?

જયપુરમાં મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં તોગડિયાએ કહ્યુ છે કે મોદી મંદિર બનાવી શકે તેમ હોય નહીં તો તેઓ રાજીનામું આપી દે. અમારે તો દેશમાં રામ, ખેડૂતોને પાકના દામ અને યુવાનોને કામ આપનારી સરકાર જોઈતી હતી. તેના માટે જ લોકોએ વોટ આપ્યા હતા. દેશને ન તો રામ મળ્યા, ન ખેડૂતોને તેમના પાકના દામ મળ્યા અને ન તો યુવાનોને કામ મળ્યું.

આરએસએસને પણ નિશાને લેતા તોગડિયાએ કહ્યુ છે કે મોહન ભાગવત દેશમાં નવી શિક્ષણ નીતિના તૈયાર થવાની વાત કહી રહ્યા છે. તેવામાં જો આરએસએસ કેન્દ્ર સરકાર પાસે નવી શિક્ષણ નીતિ તૈયાર કરાવી શકે છે. તો સાડા ચાર વર્ષના કાર્યકાળમાં રામમંદિર માટે કાયદો કેમ બનાવડાવી શક્યું નહીં?

તોગડિયાએ કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાડા ચાર વર્ષોના કાર્યકાળમાં 52 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તોગડિયાએ સવાલ કર્યો છે કે સરકારે ખેડૂતો પરના 12 લાખ કરોડ રૂપિયાના દેવાને હજી સુધી શા માટે સમાપ્ત કર્યું નથી? પોતાની નવી રાજકીય પાર્ટી સંદર્ભેના એક સવાલના જવાબમાં તોગડિયાએ કહ્યુ હતુ કે તેઓ ફેબ્રુઆરી માસમાં પોતાના નવા રાજકીય પક્ષના નામનું એલાન કરશે.

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

ટીમ ઈન્ડિયામાં જૂથબંધી, ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

Mayur

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!