એક બાજુ રશિયા- યુક્રેન વચ્ચે છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે હજી સુધી યુદ્ધનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે આ સ્થિતિ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે કહ્યું કે રશિયાના પ્રમુખ પુતિને યુક્રેનના પ્રદેશોમાંથી રશિયન ફેડરેશનમાં લોકો ના ગેરકાયદેસર સ્થળાંતરણના યુદ્ધ અપરાધ માટે કથિત રીતે જવાબદાર છે જોકે બીજી તરફ પુતિને આ આરોપોને વારંવાર ફગાવી લીધા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી : પુતિન વિરુદ્ધ ICCનું વોરંટ ‘માત્ર શરૂઆત’
યુક્રેનના રાષ્ટ્રપતિએ શુક્રવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટનો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનો નિર્ણય રશિયાના આક્રમણ પર ન્યાય પુનઃસ્થાપિત કરવાની દિશામાં માત્ર એક પ્રારંભિક પગલું છે.
રશિયાએ તેના પાડોશી યુક્રેન દ્વારા વારંવાર લગાવવામાં આવેલા આ પ્રકારના અત્યાચારના આરોપોને વારંવાર ફગાવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિમનલ કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર-2એ પુતિન સહિત બે વ્યક્તિઓની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે જેમાં બીજું નામ મારિયા અલેક્સેયેવના લાવોવા-બોલાવાનું છે.
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે શું કહ્યું ?
કોર્ટે કહ્યું કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાના આક્રમણની શરૂઆતથી યુક્રેનના કબજાવાળા ક્ષેત્રમાં કથિત રીતે ગુનાઓ કરવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે આ વખતે વિશ્વાસ કરવા માટે ઉચિત આધાર છે કે પુતિને સીધી રીતે, બીજાઓની સાથે સંયુક્ત રૂપથી કે બીજાના માધ્યમથી આવા કૃત્યો કરવા માટે વ્યક્તિગત અપરાધિક જવાબદારી વહન કરી છે.
READ ALSO
- રાજકોટ / બિશ્નોઇનાં ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે CBI, બેંકના બે લોકર ખોલવા માટે પણ કવાયત હાથ ધરાશે
- ચૈત્ર નવરાત્રીમાં આદ્યશક્તિના સાતમાં સ્વરૂપની આરાધના / મા કાલરાત્રીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
- હદ છે! સુરેન્દ્રનગરમાં GRP પોલીસના જવાને કરી મહિલાની છેડતી, બી ડીવીઝન પોલીસ કરી અટકાયત
- આર્થિક તંગીથી પરેશાન છો ? એક દીવો કરી શકે છે તમારી બધી જ સમસ્યા દૂર, આ રીતે કરો ઉપાય
- કરણ જોહરની ફિલ્મમાં વધુ એક સ્ટાર કિડ, ફતેહ રંધાવાને લોન્ચ કરવા કાર્તિક આર્યનની હકાલપટ્ટી