GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કુલ ભૂષણ જાધવ પર ICJનો મહત્વનો ચૂકાદો, પાકિસ્તાનને એક-બે નહી પરંતુ મળ્યા ત્રણ મોટા ઝટકા

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન સામે ફરી એક વખત ભારતની બહુ મોટી કુટનીતિક જીત થઇ છે. નેધરલેન્ડના હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી છે. કુલભૂષણ જાધવ મામલે 15-1 મુજબ ભારતના પક્ષમાં નિર્ણય આવ્યો છે. મતલબ કે કુલ 16 જજ પૈકી 15 જજે ભારતની તરફેણમાં નિર્ણય આપ્યો છે. સાથે જ અદાલતે જાધવને કોન્સ્યુલર એક્સેસ માટે પણ મંજૂરી આપી છે. કોર્ટે પાકિસ્તાનને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે પણ જણાવ્યું છે. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ચૂકાદા વિશે માહિતી આપી હતી.

ઇન્ટરનેશનલ કોર્ટ (આઇસીજે) એ ભારતીય ઉદ્યોગપતિ કુલભૂષણ જાધવ પરનો ચૂકાદો સંભળાવ્યો છે. આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનને કુલભૂષણ જાધવની ફાંસી પર પ્રતિબંધ મુકતા આ નિર્ણય પર ફરી વિચારણા કરવા કહ્યું છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય અદાલતે કહ્યું કે પાકિસ્તાનએ વિયના કન્વેન્શનનો (વિયના સંધી) પણ ભંગ કર્યો છે.

ઈન્ટરનેશનલ કોર્ટ (આઇસીજે) એ ભારતીય ઉદ્યોગપતિ કુલભૂષણ જાધવ પરનો ચૂકાદો સંભળાવ્યો છે. આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનને કુલભૂષણ જાધવની ફાંસી પર પ્રતિબંધ મુકતા આ નિર્ણય પર ફરી વિચારણા કરવા કહ્યું છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય અદાલતે કહ્યું કે પાકિસ્તાનએ વિયના કન્વેન્શનનો પણ ભંગ કર્યો છે.

કુલભૂષણ જાધવને ફાંસી આપવામાં આવશે નહીં – કુલભૂષણ જાધવ પાકિસ્તાની જેલમાં બંધ છે. જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જેની વિરુદ્ધ ભારત મે 2017 માં આંતરરાષ્ટ્રીય અદાલતનો સંપર્ક કર્યો હતો. હવે ઇન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણ જાધવ પર ચુકાદો જાહેર કરતી વખતે અમલ મુક્યો હતો અને પાકિસ્તાનને તેના પર ફરીથી વિચારણા કરવા જણાવ્યું હતું. પાકિસ્તાન હવે કુલભૂષણ જાધવને ફાંસી આપી શકશે નહીં. ઇન્ટરનેશનલ કોર્ટના 16 ન્યાયમૂર્તિઓમાંથી 15 એ ભારત તરફેણમાં ચૂકાદો આપ્યો છે. જ્યારે પાકિસ્તાનના ન્યાયાધીશએ ભારત વિરુદ્ધ ચૂકાદો આપ્યો છે. હવે આ કેસની ફરીથી સુનવાણી કરવામાં આવશે.

કાઉન્સેલર એક્સેસ – ઇન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણ જાધવને સલાહકાર આપવા માટે પણ કહ્વેવામાં આવ્યું છે. પાકિસ્તાનને કુલભૂષણ જાધવને કાઉન્સિલરની ઍક્સેસ પણ આપવામાં આવી નહોતી.

વિયેના કન્વેન્શનના દોષિત – આંતરરાષ્ટ્રીય અદાલતે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનએ વિયેના કન્વેન્શનનું (વિયેનાં સંધી, ભારત-પાકિસ્તાન) ઉલ્લંઘન કર્યું છે.

READ ALSO

Related posts

ગૂગલ-એપલે ‘કોવિડ ટ્રેકિંગ’ને નામે ખરેખર ફોનમાં કરી છે ઘૂસણખોરી, આ રીતે કરો તમારા ફોનમાં ચેક

Pravin Makwana

વિકાસ દુબેના સહયોગી શશિકાંતની ધરપકડ, પોલિસ પાસેથી લૂંટેલી AK 47 અને ઈંસાસ રાયફલ કરાઈ જપ્ત

Mansi Patel

ભાજપનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું રાષ્ટ્રપતિના શરણે, આ રાજ્યની સરકારને બર્ખાસ્ત કરવાના ધમપછાડા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!