GSTV
Home » News » કુલભૂષણ કેસ મામલે વકીલ હરીશ સાલ્વેનું નિવેદન: જો પાક. ICJનાં નિર્દેશોનું પાલન નહિં કરે તો…

કુલભૂષણ કેસ મામલે વકીલ હરીશ સાલ્વેનું નિવેદન: જો પાક. ICJનાં નિર્દેશોનું પાલન નહિં કરે તો…

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન સામે ફરી એક વખત ભારતની બહુ મોટી કુટનીતિક જીત થઇ છે. નેધરલેન્ડના હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી છે.

કુલભૂષણ જાધવ મામલે 15-1 મુજબ ભારતના પક્ષમાં નિર્ણય આવ્યો છે. મતલબ કે કુલ 16 જજ પૈકી 15 જજે ભારતની તરફેણમાં નિર્ણય આપ્યો છે. સાથે જ અદાલતે જાધવને કોન્સ્યુલર એક્સેસ માટે પણ મંજૂરી આપી છે. કોર્ટે પાકિસ્તાનને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે પણ જણાવ્યું છે.

તો આ મામલે ભારત તરફથી પક્ષ મુકનાર સિનિયર એડવોકેટ હરીશ સાલવેએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્વીકાર્યુ કે પાકિસ્તાને વિયેના કરારનો ભંગ કર્યો છે. પાકિસ્તાને કાઉન્સિલર એક્સેસનો પણ વિરોધ કર્યો હતો જોકે તેની માંગ આઈસીજેએ ફગાવી છે. હવે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્દેશોનું પાલન કરવું જ પડશે.

જો હવે પાકિસ્તાન કોઈ આનાકાની કરશે તો કુલભૂષણના મામલે ભારત સંયુક્ત રાષ્ટ્રમાં પણ જઈ શકે છે. આ સિવાય પર આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ઘેરવાના અનેક વિકલ્પો ભારત પાસે છે.

ઇન્ટરનેશનલ કોર્ટે (આઇસીજે) ભારતીય ઉદ્યોગપતિ કુલભૂષણ જાધવ પરનો ચૂકાદો સંભળાવ્યો છે. આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનને કુલભૂષણ જાધવની ફાંસી પર પ્રતિબંધ મુકતા આ નિર્ણય પર ફરી વિચારણા કરવા કહ્યું છે.

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય અદાલતે કહ્યું કે પાકિસ્તાને વિયના કન્વેન્શનનો (વિયના સંધી) પણ ભંગ કર્યો છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!