GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે નહીં પણ કોંગ્રેસના જ બે ‘સિંહો’ વચ્ચે સ્પર્ધા : આંતરિક યુદ્ધની સ્થિતિનું સર્જન

દિલ્હી

રાજ્યસભાની ચૂંટણી આડે 10 દિવસ જ છે ત્યાં કોંગ્રેસના ચાર સભ્યોએ રાજીનામાં આપી દઈને ચૂંટણીના પરિણામને સીધી અસર કરી દીધી છે. એથી ય મહત્ત્વનું એ છે કે હવે આ લડાઈ ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસને બદલે કોંગ્રેસમાં જ આંતરિક યુદ્ધની સ્થિતિ પેદા થઇ છે. ઊભી થયેલી નવી પરિસ્થિતિમાં રાજકીય વિશ્લેષકો કોંગ્રેસના જ બે ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચેની સ્પર્ધાનો સંકેત આપી રહ્યા છે.

ભરતસિંહે હાઈકમાન્ડનું નાક દબાવ્યું

સૂત્રો કહે છે કે કટોકટીભરી સ્થિતિમાં કોઈ એક જ ઉમેદવાર મેદાનમાં રહે તેવો નિર્ણય લેવાય અને સોમવારે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાના દિવસે કોણ પીછેહઠ કરે તે મુદ્દે અસમંજસની સ્થિતિ છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોને ઉમેદવાર બની રહેવાનું છે તે જાહેર કરશે. ચર્ચા એવી ચાલી જ છે કે ઉમેદવારોની પસંદગી વખતે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાનું નામ જાહેર થતાં વેંત જ ભરતસિંહ સોલંકી હાઈકમાન્ડનું એમ કહીને નાક દાબ્યું હતું કે મને ટિકિટ નહીં મળે તો તેઓ ભાજપ તરફી મતદાનની સ્થિતિ, એટલે કે ક્રોસવોટિંગ કરાવવા સુધીની હદે જશે. એ વખતે ખુદ ભાજપના ઉચ્ચ સૂત્રોએ પણ કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક મહત્ત્વના નેતાઓ સાથે અમે સંપર્કમાં છીએ.

રવિવારે સ્થિતિ બદલી ગઈ

આવી સ્થિતિમાં હાઈકમાન્ડે બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કર્યું હતું. અલબત્ત, ત્યારે ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કર્યો નહોતો. ભાજપે નરહરિ અમીનને ઉમેદવાર તરીકે જાહેર કરતાં સ્થિતિ પ્રવાહી બની ગઈ હતી અને કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપ તોડફોડ, ક્રોસવોટિંગ, હોર્સ ટ્રેડિંગ કરાવીને ત્રણે બેઠકો જીતવા માગે છે. રવિવારે પરિસ્થિતિએ પલટો લીધો છે. ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં કોંગ્રેસ સામે સમસ્યા સર્જાઈ છે. કેમકે અગાઉ બે ઉમેદવારને જીતવા માટે જરૂરી 74 મતો માટે કોંગ્રેસના 73 અને 1 અપક્ષ જિજ્ઞોશ મેવાણી એમ પાકું આયોજન હતું. હવે કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 69 થઇ ગયું છે.

આજે વધુ વિકેટ તો નહીં પડી જાય ને ?

જો કે કોંગ્રેસના સૂત્રો તો દાવો કરે છે કે અમારી પાસે જરૂરી 70 મત છે અને કોઇનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો સવાલ નથી. પરંતુ આ વાત તો ફેસસેવિંગ માટે કહેવાઈ રહી છે. સૂત્રો કહે છે કે આજે વધુ કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામાં આપી દઇને ભાજપને ફાયદો થાય તેવી સ્થિતિ નિર્માણ કરે તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!