જસદણ : કોંગ્રેસના આ 2 નામ છે ટોચ પર, ગુજરાતમાં ડખા જોઈ સાતવ પણ ભેરવાયા

જસદણ પેટા ચૂંટણીને ઉમેદવારનું નામ જાહેર કરવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સામે આવી છે. જોકે કોંગ્રેસે કોળી સમાજમાંથી જ ઉમેદવાર પસંદગી કરવાનું મન બનાવ્યુ છે. જસદણ બેઠક માટે કોંગ્રેસમાંથી અવસર નાકિયા ઉપરાંત ડૉકટર મનસુખ ઝાપડિયાનું નામ સામે આવ્યુ છે. અવસર નાકિયા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રબળ દાવેદાર મનાય છે.

સ્થાનિક નેતાઓ તેમને પસંદ કરી રહ્યા છે.પરંતુ પ્રદેશ નેતાગીરી મનસુખ ઝાપડિયા પર પસંદગી ઉતારી રહી છે. જોકે ત્રણ દિવસ ગુજરાત મુલાકાત રાજીવ સાતવ પાંચ નામ સાથે દિલ્હી ગયા છે અને બે દિવસમાં પાર્ટી હાઈકમાન્ડ નામ જાહેર કરશે તેમ કહ્યુ છે ત્યારે હવે વધુ બે દિવસ રાહ જોવી પડશે. ભાજપ-કોંગ્રેસ માટે બેઠક જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યુ છે. ભાજપે જસદણના કોળી આગેવાન કુંવરજી બાવળિયાને જ મેદાને ઉતાર્યા છે..આ બેઠક પર કોળી પટેલનું સૌથી વધુ પ્રભુત્વ છે ત્યારે કોંગ્રેસે પણ ભાજપ સામે કોળી આગેવાન ઉતારવાની તૈયારી કરી છે..કુંવરજી બાવળિયા પણ આવતીકાલે શક્તિ પ્રદર્શન સાથે 12.39 કલાકે ફોર્મ ભરવાના છે. જોકે તે પહેલા સવારે નવ વાગ્યે તેઓ સભા સંબોધશે.

  • અવસર નાકિયા અને ડૉ. મનસુખ જાપડીયા અંગે કોંગ્રેસમાં ખેંચતાણ…
  • પ્રદેશની નેતાગીરીની પસંદગી છે ડો. મનસુખ જાપડીયા…
  • સ્થાનિક નેતાઓને અવસર નાકીયાને લડાવવી છે ચૂંટણી…
  • પ્રભારી રાજીવ સાતવ 5 નામની યાદી લઈને પહોંચ્યા દિલ્હી..
  • પ્રભારી સાતવે નેતાઓને કહી દીધું કે ઉમેદવાર અંગેની ચર્ચા પુરી..
  • કોંગ્રેસ હાઇકમાન્ડ ઉમેદવાર અંગે બે દિવસમાં કરશે નિર્ણય..

બે પાટીદાર સમાજના અને 3 કોળી સમાજના દાવેદાર 

રૂપાણી સરકારને હરાવવાના સપનાં જોતી કોંગ્રેસ ગુજરાતમાં હજુ એક થઈ શકી નથી. કોંગ્રેસ પાસે આ વર્ષે જસદણમાં ભાજપને હરાવવાની તક અંદરોઅંદરના વિખવાદને પગલે જાય તેવી પૂરી સંભાવના છે. અેકને જોડવા જાઓ ત્યાં તેર તૂટે તેવો ઘાટ હાલમાં કોંગ્રેસનો છે. કોંગ્રેસના નેતાએ એક થવા જ તૈયાર ન હોવાથી ગુજરાતમાં કોંગ્રેસમાં ડખાઓ ચાલું થયા છે. ફરી એકવાર જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું કોકડું ગુચવાયું છે. બે નામ નક્કી કરી લીધા બાદ કોંગ્રેસે ફરીથી સર્વે કરાવવો પડ્યો છે  અને સર્વે બાદ કુલ 5 નામ નક્કી કરવામાં આવ્યા છે. જેમાંથી બે પાટીદાર સમાજના અને 3 કોળી સમાજના દાવેદાર છે.  બે નામ નક્કી કર્યા બાદ હાઇકમાન્ડે બીજા નામ માગ્યા હતા. કોળી સમાજમાંથી અવસર નકીયા, ડો. મનસુખ જાપડીયા અને નાથા વાછાણીના નામ છે. 

સામાજિક ફેક્ટર ગોઠવવામાં કોંગ્રેસ ગૂંચવાઈ

પાટીદાર સમાજમાંથી વીનુ ધડુક અને ગજેન્દ્ર રામણીના નામ શોર્ટલિસ્ટ કરાયા છે. ધીરજ શીંગાળા અને ભોળા ગોહિલના નામ કપાયા છે. મનાઈ રહ્યું છે કે સામાજિક ફેક્ટર ગોઠવવામાં કોંગ્રેસ ગૂંચવાઈ છે. કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવી કે પાટીદાર સમાજના તે અંગે મથામણ શરૂ થઈ છે. જોકે કોંગ્રેસ ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસોમાં ઉમેદવારની જાહેરાત કરે તેવી શક્યતા છે. ટિકિટ વહેંચણીમાં વિખવાદને ટાળવા છેલ્લી ઘડીએ નામ જાહેર થવાની શક્યતા જોવાઈ રહી છે.

સિદ્ધાર્થ પટેલ અને મોઢવાડિયાની સાતવ સાથે બેઠક

કોંગ્રેસ અને સમસ્યા બન્યા એકબીજાના પર્યાય બન્યા હોય તેવું લાગે છે.  સામી ચૂંટણીએ પણ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાથી સિનીયર નેતાઓ નારાજ થયા છે.  નારાજ અર્જુન મોઢવાડીયા અને સિદ્ધાર્થ પટેલે પ્રભારી રાજીવ સાતવ સાથે અલગ અલગ મિટિંગ કરી હતી અને પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતા સિનિયરોની અવગણના કરતા હોવાની ફરિયાદ કરી હતી. જસદણની પેટાચૂંટણીમાં સિનિયરોની હાંસિયામાં ધકેલ્યા હોવાની તેમણે રાવ કરી હતી. જોકે પ્રભારી સાતવ સિનિયર નેતાઓને મનાવવામાં રહ્યા નિષ્ફળ હતા અને જસદણનો ખટરાગ પડતો મૂકીને દિલ્હી ભાગ્યા હતા. જેથી પ્રભારી રાજીવ સાતવ ડેમેજ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યાનો કોંગ્રેસમાં ગણગણાટ થયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter