GSTV

આંતરિક કલેહ ચરમસીમાએ : ભાજપના દિગ્ગજ નેતાનો પક્ષ પલટુ ધારાસભ્યને ટોણો, ગત ચૂંટણીમાં ભાજપની મદદથી જ જીત્યા હતા

Last Updated on July 6, 2020 by Karan

ચૂંટણી માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે પણ કેટલીક સીટ ભાજપને આંતરિક કલેહના કારણે ગુમાવી પડે તો નવાઈ નહિ, પેટા ચૂંટણી પૈકીની સૌરાષ્ટ્રની એક બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને ભાજપના દિગગજ નેતાએ ટોણો માર્યો હતો કે હા ભાઈ તમે 2017માં ભાજપની મદદથી જ જીત્યા હતા. રાજ્યમાં 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ભજપને આંતરિક વિરોધનો સામનો કરવો પડી શકે છે ગત પેટા ચૂંટણીમાં રાધનપુર સીટ જે રીતે આંતરિક વિવાદના કારણે ભાજપે ગુમાવી હતી એવી સ્થિતિનો સામનો આ વખતે ભાજપ ને કેટલીક સીટ પર પણ કરવો પડી શકે છે. કારણ કે કેટલીક સીટ પર અત્યારથી જ કોંગી ધારાસભ્યો ભાજપમાં આવતા ગૃહ કલેશ શરૂ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રની એક બેઠક પર શુભેચ્છા બેઠક યોજાઇ હતી જે દરમિયાન કોંગી નેતા કે જે પક્ષ પલટો કરી ભાજપમાં આવ્યા છે તેને ભાજપમાં એક નેતાનો ટોણો સાંભળવો પડ્યો હતો.

2017 ની ચૂંટણીમાં આપડે સામ સામે હતા હવે એક જ પક્ષમાં છીએ તો જૂની બાબતો ભૂલી જઈએ

બપોરના સમયે બેઠક યોજાઇ હતી એ દરમિયાન એ વિસ્તારના મોરચાના હોદ્દેદારો જિલ્લામાં મોટા નેતાઓ હાજર હતા અને પૂર્વ કોંગી ધારાસભ્યને એ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા ત્યારે પ્રાથમિક મુલાકાત થઈ અને ત્યાર બાદ એ પૂર્વ કોંગી નેતાએ કહ્યું હતું કે 2017 ની ચૂંટણીમાં આપડે સામ સામે હતા હવે આપણે એક જ પક્ષમાં છીએ તો જૂની બાબતો ભૂલી જઈએ. ત્યાર બાદ ભાજપના નેતાએ કહ્યું હતું કે ભાજપના જિલ્લાના મુખ્ય હોદ્દેદારોના મોબાઈલ નમ્બરની આપ લે કરી લો આ સમયે એ પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે હું વર્ષોથી આ વિસ્તારમાં સક્રિય છું અને લગભગ બધાના પરિચયમાં છું એજ સમયે ભાજપમાં એ દિગગજ નેતા એ ટોણો માર્યો હતો કે હા ભાઈ ગત ચૂંટણીમાં તમે ભાજપની મદદથી જીત્યા હતા અને અહીં બેઠા એ પૈકીના જ ઘણાએ તમને મદદ પણ કરી હશે. આ વાક્ય સાંભળતા જ બેઠકમાં સોપો પડી ગયો હતો અને હળવા સ્મિત સાથે એ પૂર્વ કોંગી ધારાસભ્યએ વાતને પૂર્ણ કરી હતી.

3 દિગગજ નેતાઓ માટે કાયમ જિલ્લામાં વર્ચસ્વની લડાઈ આંતરિક રીતે ચાલતી રહી છે

એ જિલ્લાનું રાજકારણ પહેલેથી જ ભાજપ માટે અઘરું રહ્યું છે. એ જિલ્લાના 3 દિગગજ નેતાઓ માટે કાયમ જિલ્લામાં વર્ચસ્વની લડાઈ આંતરિક રીતે ચાલતી રહે છે અને કદાચ તેના કારણે જ 2017 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના એ જિલ્લાના ત્રણ પૈકી 2 નેતાઓ હારી ગયા હતા. આમ ભાજપમાં આંતરિક કલેહ આસમાને છે જેના માઠા પરિણામ પણ ભાજપને ભોગવવા પડી શકે છે અને ગત ચૂંટણીમાં રાધનપુર અને બાયડ બેઠક ગુમાવી એમ આ વખતે પણ કેટલીક બેઠક પર ભાજપ માટે જોખમ રહેલું છે.

READ ALSO

Related posts

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!