GSTV
Home » News » ગુજરાત ભાજપના આ નેતાને ટીકીટ ન મળતા પોતાના સગા ભાઈ અને હાલના સાંસદ સામે જ ચડાવી બાંયો, કહ્યું, ‘હવે નહીં કરું લોકસભાનું કોઈ કામ’

ગુજરાત ભાજપના આ નેતાને ટીકીટ ન મળતા પોતાના સગા ભાઈ અને હાલના સાંસદ સામે જ ચડાવી બાંયો, કહ્યું, ‘હવે નહીં કરું લોકસભાનું કોઈ કામ’

bjp

વલસાડ અને ડાંગ જિલ્લાની લોકસભા બેઠક માટે ડૉ.કે.સી પટેલનું નામ જાહેર થતા તેમના જ ભાઈ ડૉ.ડી.સી.પટેલ નારાજ થયા છે. જેને લઈને તેમને લોકસભા ચૂંટણીમાં કોઈ પણ કામ ન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે.

ડૉ.ડી.સી પટેલ 2009ના ભાજપના લોકસભા  ઉમેદવાર હતા અને તે સમયે તેઓની માત્ર 7000 વોટથી હાર થઈ હતી. તો 2014માં પણ તેમણે લોકસભામાં ઉમેદવારીની માગણી કરી હતી પરંતુ તે સમયે તેમના ભાઈ ડૉ.કે.સી પટેલને ટિકિટ આપવામાં આવી હતી..

2014માં જ્યાં તેઓ પોતાની અવગણના થઈ રહી છે તેવું માની રહ્યા હતા ત્યા હવે 2019ની ચૂંટણીમાં તેમને નહીં, પરંતુ તેમના ભાઈનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં ડૉ.ડી.સી પટેલ નારાજગી વ્યક્ત કરી છે.

ભાજપ નેતા અને ઉમેદવાર ડૉ.કે.સી.પટેલ

2014માં કે.સી.પટેલે કોંગ્રેસનાં ઉમેદવાર કિશન પટેલને 6 લાખ કરતા વધારે મતો મેળવીને મ્હાત આપી હતી. વ્યવસાયે ખેતી કરતા કેસી પટેલ વલસાડ જીલ્લાનાં પારડી તાલુકાનાં પરીયા ગામમાં રહે છે.

Related posts

રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, 142 કિલો અખાધ્ય લીચીનો નાશ કરાયો

Nilesh Jethva

સુરતમાં બનેલી આગની ઘટના અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનો લૂલો બચાવ

Nilesh Jethva

ભાવનગરમાં મંદિર તોડવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!