GSTV
Home » News » કેન્દ્રના બજેટ ૨૦૧૯-૨૦નું કેવડું હશે કદ?, જાણો કયા મંત્રાલયને થશે કેટલી સંભવિત ફાળવણી

કેન્દ્રના બજેટ ૨૦૧૯-૨૦નું કેવડું હશે કદ?, જાણો કયા મંત્રાલયને થશે કેટલી સંભવિત ફાળવણી

કેન્દ્ર સરકારે બજેટ ૨૦૧૯-૨૦ માટેની તૈયારીઓ સપ્ટેમ્બર મહિનાથી કરી દીધી છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ વિવિધ વિભાગો સાથે પોતાની બેઠક પણ ખતમ કરી દીધી હતી. પરંતુ, અચાનક જ બિમારીના કારણે અમેરિકા ગયેલા જેટલીના બદલે હવે રેલવેનો પોર્ટફોલિયો સંભાળતા પિયુષ ગોયલ તા.૧ ફેબ્રુઆરીના રોજ વર્ષ ૨૦૧૯-૨૦ને બજેટ રજુ કરશે. આગામી એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી કેન્દ્ર સરકાર માત્ર વચગાળાનું બજેટ રજુ કરશે. એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના – એપ્રિલથી જુલાઈ – દરમિયાન કેન્દ્ર સરકારનો ખર્ચ પહોંચી વળવા માટેની સંસદની મંજુરી લેવામાં આવશે. જોકે, નાણા મંત્રાલયના સર્ક્યુલર અનુસાર કેન્દ્રના વિવિધ ખાતાઓ અને મંત્રાલયોને જાણ કરવામાં આવી છે કે નવી યોજનાઓના સૂચન, સંભવિત ખર્ચ અને તેનાથી થનારા ફાયદા અંગે પણ સરકારને જાણ કરવામાં આવે. એટલે, આ બજેટમાં નવી યોજનાઓ ચોક્કસ હશે એમાં કોઈ બેમત નથી.

વ્યાજ ચુકવણી સરકાર માટે સૌથી વધુ મોટો ખર્ચ

વર્ષ ૨૦૧૮-૧૯ની ફાળવણી વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ રૂ.૨૪,૪૨,૨૧૩ કરોડ આંકવામાં આવ્યો હતો. આ ખર્ચ આગલા વર્ષ એટલે કે ૨૦૧૭-૧૮ના ખર્ચ કરતા ૮.૧૮% વધુ હતો. આ ખર્ચમાં કુલ મૂડી ખર્ચ રૂ. ૩,૦૦,૪૪૧ કરોડ અને મહેસુલી ખર્ચ રૂ.૨૧,૪૧,૭૭૨ કરોડ અંદાજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના છ મહત્વના મહેસુલી ખર્ચ એટલા મોટા છે કે તે કુલ ખર્ચમાં ૬૭% હિસ્સો ધરાવે છે. વ્યાજ ચુકવણી સરકાર માટે સૌથી વધુ મોટો ખર્ચ છે. કુલ રૂ.૩,૦૦,૪૪૧ કરોડના મૂડી ખર્ચમાં સૌથી વધુ મોટો હિસ્સો પરિવહન (રોડ, રેલવે, પોર્ટ, વિમાન મથકો વગેરે માટે) છે, આ વિભાગ કુલ ખર્ચમાં ૩૭% હિસ્સો ધરાવે છે જયારે રક્ષા માટેનો મૂડી ખર્ચ લગભગ ૩૩% છે. આ બન્નેને ફાળવવામાં આવતી રકમ પછી બીજા ખાતાઓ કે સેવાઓ માટે લગભગ નહીવત ફાળવણી થાય છે.

રોડ અને પરિવહન, રક્ષા એટલે કે ડીફેન્સનો હિસ્સો સૌથી વધારે રહેશે

વર્ષ ૨૦૧૯-૨૦ની ફાળવણી બજેટ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારના ખર્ચની ફાળવણીમાં બહુ મોટો ફર્ક રહેવાનો નથી. કુલ ખર્ચમાં મહેસૂલી ખર્ચનો હિસ્સો વધારે રહેશે અને મૂડી ખર્ચનો હિસ્સો ઓછો એમ ધારણા મુકવી ખોટી નથી. વિવિધ વિભાગની ફાળવણીમાં પણ બહુ મોટો ફર્ક રહેશે નહી. રોડ અને પરિવહન, રક્ષા એટલે કે ડીફેન્સનો હિસ્સો સૌથી વધારે રહેશે એ જ રીતે ગ્રામ્ય વિકાસના ખાતે પણ જંગી રકમની ફાળવણી થવાની છે. વ્યાપાર સમાચારને મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાના આગામી વર્ષના બજેટમાં કુલ ખર્ચ ૮.૧૮% વધી રૂ.૨૬,૪૨,૨૨૧ કરોડ આસપાસ રહે તેવી શક્યતા છે. આ ખર્ચમાં મૂડી ખર્ચ રૂ.૩,૨૭,૧૯૭ કરોડ અને મહેસુલી ખર્ચ રૂ.૨૩,૧૫,૦૨૪ કરોડ રહેવાની ધારણા છે. આગલા વર્ષ કરતા મૂડી ખર્ચમાં નવ ટકાનો વધારો થશે જયારે મહેસુલી ખર્ચ લગભગ આઠ ટકા જેટલું વધે તેવો અંદાજ નાણામંત્રી પિયુષ ગોયેલ રજુ કરે તેવી શક્યતા છે.

Related posts

ટ્રમ્પની મુલાકાતના દિવસે જાણો કયા રસ્તા હશે બંધ અને કયો હશે વૈકલ્પિક માર્ગ

Nilesh Jethva

ભારતની આ દેશને ખુલ્લેઆમ ધમકી, અમારા મામલામાં દખલ ના કરો નહીં તો ગંભીર પરિણામો ભોગવશો

Karan

ગુજરાતમાં અમિત શાહનું અપહરણ, 50 લાખની ખંડણી આપી કરાયો છૂટકારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!