બજેટનું બૉડી લેંગ્વેજ : ઉત્સાહિત હતાં મોદી, તો રાહુલની ઉદાસીનતા ઉડીને આંખે વળગી

નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019નું વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદમાં બજેટ રજૂ કર્યુ અને નવી નવી યોજનાઓની ઘોષણા કરી. આ દરમિયાન પીએમ મોદી જ્યાં જોર-જોરથી બેન્ચ થપથપાવતા જોવા મળ્યાં ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચહેરા પર ઉદાસીની રેખાઓ જોવા મળી.

સોશિયલ મીડિયા યુઝર્સે પણ મોદીના બેન્ચ થપથપાવાની મૂમેન્ટને ખાસ કરીને નોટિસ કરી છે. ટ્વિટર પર ઘણાં લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે.

કોઇએ લખ્યું કે પીએમ મોદી ગજબ મૂડમાં છે તો કોઇએ લખ્યું કે જે રીતે મોદીજી બેન્ચ થપથપાવી રહ્યાં છે તે જ રીતે વિપક્ષ પોતાની છાતી કૂટી રહ્યાં હશે. સાથે જ સોશિયલ મીડિયા પર એક સમૂહે મોદી સરકારના બજેટ 2019ની પ્રશંસા કરી છે. ત્યાં કેટલાંક લોકોએ ફક્ત ખોખલા વચનો ગણાવ્યા.

પીયૂષ ગોયલે બજેટમા અનેક નવી યોજનાઓની ઘોષણા કરી. 2 હેક્ટર સુધી જમની રાખનારા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે. સાથે જ 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

સોશિયલ મિડિયા પર ઘણાં યુઝર્સ બજેટને ચૂંટણી સાથે જોડતાં જોવા મળ્યાં અને લોકોએ તેને ફક્ત ખોટા વચનો ગણાવ્યાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter