GSTV
Gujarat Government Advertisement

રાજસ્થાન અને મધ્યપ્રદેશના પર્યવેક્ષકો સાથે રાહુલ ગાંધીએ કરી બેઠક, નારાજગીનો છે ડર

Last Updated on December 13, 2018 by

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાન અને મધ્યપ્રદેશના પર્યવેક્ષકો સાથે બેઠક કરી છે. સવારે સાડા નવ વાગ્યે રાહુલ ગાંધી દ્વારા બંને રાજ્યોમાં મુખ્યપ્રધાનો નિર્ધારીત કરવાની રાજકીય કવાયતના ભાગરૂપે પર્યવેક્ષકો દ્વારા ધારાસભ્યોના અભિપ્રાયોની જાણકારી આપવામાં આવી છે.

કોંગ્રેસના પર્યવેક્ષકોના નિર્ણયના આધારે રાજસ્થાનમાં અશોક ગહલોત અને સચિન પાયલટ તથા મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા તથા કમલનાથમાંથી મુખ્યપ્રધાન કોણ તેની પસંદગી રાહુલ ગાંધી કરશે. અશોક ગહલોત અને સચિન પાયલટ પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી રહ્યા છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારોનું નેતૃત્વ કોણ કરશે. તેના નિર્ણય માટેની કવાયતો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ પહોંચી છે. રાહુલ ગાંધીને રાજસ્થાન અને મધ્યપ્રદેશના પર્યવેક્ષકો દ્વારા ચૂંટાયેલા પાર્ટીના ધારાસભ્યોનો અભિપ્રાય રિપોર્ટ સ્વરૂપે પહોંચાડવામાં આવશે. પર્યવેક્ષકો સાથે પણ રાહુલ ગાંધીએ બેઠક કરી છે. રાહુલ ગાંધી ત્રણેય રાજ્યોમાં મુખ્યપ્રધાનના નામ પર મંજૂરીની મ્હોર મારશે. રાહુલ ગાંધી સાથે મુલાકાત માટે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સચિન પાયલટ અને કોંગ્રેસના સંગઠન મહામંત્રી અશોક ગહલોત દિલ્હી પહોંચ્યા છે.

રાહુલ ગાંધી સાથેની મુલાકાત પહેલા અશોક ગહલોત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના નિવાસસ્થાને ગયા હતા. કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના છે. આ સમગ્ર કવાયત વચ્ચે રાહુલ ગાંધી સંસદભવન પરના હુમલાની વરસીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યમાં મુખ્યપ્રધાન નક્કી કરવાના મામલે પ્રતિક્રયા આપી છે. તેમણે કહ્યુ છે કે સીએમ પદ માટે ધારાસભ્યોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. ઘણા સ્થાનો પરથી ઈનપુટ્સ લેવામાં આવ્યા છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે મુખ્યપ્રધાનો નક્કી કરવાના મામલે થોડા સમયમાં નિર્ણ લેવામાં આવશે. રાહુલ ગાંધી સાથે રાજસ્થાનમાં કોંગ્રેસના પર્યવેક્ષક કે. સી. વેણુગોપાલ પણ સંસદભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. રાહુલ ગાંધી શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ફરી એકવાર મુખ્યપ્રધાન નક્કી કરવાની કવાયત અંતર્ગત બેઠકોનો દોર આગળ વધારવાના છે.

છત્તીસગઢમાં પણ મુખ્યપ્રધાન પદની પસંદગીનો મામલો પેચીદો બન્યો છે. છત્તીસગઢ કોંગ્રેસના નેતાઓને પણ દિલ્હી તલબ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ શક્તિ એપના માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી છે. મધ્યપ્રદેશમાં પણ રાજકીય ઉથલપાથલો જોવા મળી છે. બુધવારે સાંજે દિગ્વિજયસિંહના પુત્ર જયવર્ધનસિંહે પોતાના ત્રીસ ટેકેદાર ધારાસભ્યો સાથે એક બેઠક કરી હતી. સૂત્રો મુજબ. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે એક બેઠક કરી હતી. ભોપાલમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની સાંજે ચાર વાગ્યે બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનના નામની જાહેરાતની શક્યતા છે.

કોંગ્રેસના પર્યવેક્ષકોના નિર્ણયના આધારે રાજસ્થાનમાં અશોક ગહલોત અને સચિન પાયલટ તથા મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા તથા કમલનાથમાંથી મુખ્યપ્રધાન કોણ ? તેની પસંદગી રાહુલ ગાંધી કરશે. અશોક ગહલોત અને સચિન પાયલટ પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી રહ્યા છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાત પહેલા અશોક ગહલોત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના નિવાસસ્થાને ગયા હતા. ભોપાલમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની સાંજે ચાર વાગ્યે બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનના નામની જાહેરાતની શક્યતા છે.

રાહુલ ગાંધી સાથેની મુલાકાત પહેલા અશોક ગહલોત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના નિવાસસ્થાને ગયા હતા. ભોપાલમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની સાંજે ચાર વાગ્યે બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનના નામની જાહેરાતની શક્યતા છે.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!