GSTV
Ajab Gajab Photos Trending

દૂનિયાના 5 એવા રોચક તથ્યો, જેના વિશે કદાચ જ હશે તમને જાણ

આ દૂનિયા જેટલી સુંદર છે તેટલી રોચક પણ છે. તમે આ દૂનિયા સાથે જોડાયેલ એવા રોચક તથ્યો વિશે સાંભળ્યું હશે. જે લોકોને હેરાન કરે છે. આજે અમે તમને કેટલાક એવા રોચક તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તેના પર વિશ્વાસ કરતા પહેલા તમે તેના પર વિચારવા લાગશો.

રોચક

મેઘાલયમાં એક નદી છે ‘ઉંમગોટ નદી”, જેને ભારતની સૌથી સાફ નદી કહેવામાં આવે છે. આ નદી માંવલ્યાન્નાંગ ગામની પાસે છે, જેને એશિયાનું સૌથી ચોખ્ખુ ગામ કહેવામાં આવે છે. ગામમાં લગભગ 300 ઘર છે અને બધા સાથે મળીને તેની સાફસફાઈ કરે છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ નદીમાં ગંદગી ફેલાવવાવાળા લોકો પાસેથી 5000 સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે.

નામીબિયા રણથી મળતું સમુદ્ર

નામીબિયા એક એવી જગ્યા છે, જે એટલાન્ટિક મહાસાગરથી વેસ્ટ કોસ્ટ રેગિસ્તાનથી મળે છે. તે દૂનિયાનું સૌથી જૂનુ રણ છે. જે લગભગ 5 કરોડ વર્ષથી પણ જૂનુ છે. ખાસ વાત તો એ છે કે અહિ દેખાતા રેતીના ટેકરા 5 કરોડ વર્ષથી પણ જૂના છે.

બ્રાઝિલનો વોટર ફોલ

દૂનિયાભરમાં  પાણી પીવાની જરૂરિયાત કેટલી વધારે છે તે બાબત જગજાહેર છે, પરંતુ શું તમને ખબર છે એવો કયો દેશ છે જયા સૌથી વધારે પીવાલાયક પાણી છે. જો નહિ તો અમે તમને જણાવી દઈએ કે આ દેશનું નામ બ્રાઝિલ છે. જ્યાં સૌથી વધુ પુનઃપ્રાપ્ય જળ સંસાધનો છે, જે કુલ 8,233 ઘન કિલોમીટર છે.

કપાસ

સામાન્યરીતે એવું માનવામાં આવે છે કે નોટ કાગળના બને છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નોટ કાગળના નહિ પણ કપાસના બને છે. એવું એટલા માટે કે કપાસ કાગળની સરખામણીમાં વધુ મજબૂત હોય છે અને જલ્દી ફાટતા પણ નથી.

હરિયલ પક્ષી

મહારાષ્ટ્રનું રાજકીય પક્ષી હરિયલ એક એવું પક્ષી છે જે કયારેય જમીન પર પગ મૂકતું નથી. તેમને ઉંચા ઉંચા ઝાડવાળા જંગલ પસંદ છે. હરિયલ પક્ષી હંમેશા પોતાનો માળો પીપળા કે વડના ઝાડ પર બનાવવાનું પસંદ કરે છે. તે સામાજીક પ્રાણી છે અને હંમેશા ઝૂંડમાં રહેવાનું જ પસંદ કરે છે.

READ ALSO

Related posts

શોકિંગ વીડિયો/ ટ્રેક્ટરમાં એટલી બધી શેરડી ભરી દીધી કે આગળથી ઊંચું થઈ ગયું ટ્રેક્ટર, રસ્તા વચ્ચે દોડતા ટ્રેકટરને જોઈને ચોંકી જશો

HARSHAD PATEL

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો, અગાઉ ચૂંટણી પંચની નિષ્પક્ષતા-વિશ્વાસ પર થતા અનેક સવાલો

GSTV Web News Desk

અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો

Vishvesh Dave
GSTV