GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

Birthday Special: હેમામાલીનીને ભેટવા માટે ધર્મેન્દ્રએ સ્પૉટબૉયને આપ્યાં હતાં 2000 રૂપિયા

કેટલાંક લોકો તેમને એક્શન હીરો તરીકે તો કોઇ દમદાર ડાયલૉગ્સના કારણે યાદ કરે છે. અમે વાત કરી રહ્યાં છે પંજાબી,જાટ ધર્મેન્દ્રની. આજે એટલે કે 8 ડિસેમ્બરે તેમનો જન્મદિવસ છે. ચાલો આજના દિવસે જાણીએ તેમના જીવનના કેટલાંર રોચક કિસ્સાઓ…

ધરમેન્દ્રએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ હીરો બનવાનું સપનું જોતા હતા. જો કે તેમના ટીચર પિતા ખૂબ જ સ્ટ્રીક્ટ હતા તેથી તેઓ પોતાની આ ઇચ્છાને મનમાં જ દબાવીને બેઠા હતા પરંતુ તેઓ આ અંગે પોતાની માતા સાથે વાત કરતાં.

ધર્મેન્દ્રએ જણાવ્યું કે તેઓ ધોરણ 8માં ભણતા હતાં ત્યાં સુધી તેમણે એક પણ ફિલ્મ જોઇ ન હતી કારણ કે તેમના માતા-પિતા ખૂબ જ સ્ટ્રીક્ટ હતા. એકવાર તેમના મિત્રો ફિલ્મ જોઇને આવ્યાં અને તેઓ ખૂબ જ ખુશ હતા. જ્યારે ધર્મેન્દ્રએ તેમને પૂછ્યુ કે ફિલ્મ કેવી હતી તો તેઓ સમજાવી ન શક્યા અને કહ્યું કે ફક્ત તસવીરો બોલે છે.

તેમણે ધોરણ-9માં પહેલીવાર ફિલ્મ જોઇ. આ ફિલ્મ દીલીપ કુમારની ‘શહીદ’ હતી. ફિલ્મ જોઇને ધરમેન્દ્ર એકદમ ખોવાઇ ગયાં હતા અને તેમને લાગ્યું કે આ લોકો કઇ ખૂબસુરત દુનિયાના છે. આ સ્વર્ગ ક્યાં છે. તે જ દિવસે તેઓ ફિલ્મલાઇનમાં આવવાના સપના જોવા લાગ્યા. તેઓ દીલીપ કુમારના પણ મોટા ચાહક છે.

તે પછી તેઓ પિતાથી છુપાવીને ફિલ્મફેર ટેલેન્ટ હંટ હરિફાઇમાં ભાગ લઇને મુંબઇ પહોંચ્યા અને અહી જ તેમની ફિલ્મી સફર શરૂ થઇ. તેમનો પહેલો પ્રેમ સિનેમા જ છે.

ધરમેન્દ્ર એક એવા એક્ટર છે જેમણે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કર્યા. ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરના બાળકોના પિતા હોવા છતાં તેમણે બોલીવુડની ડ્રામ ગર્લ હેમા માલિની સાથે પ્રેમ થઇ ગયો. પ્રકાશને છૂટાછેડા આપવા ન પડે તેના માટે તેમણે પોતાનો ધર્મ બદલીને મુસ્લિમ ધર્મ અપનાવ્યો અને હેમા સાથે લગ્ન કર્યા.

70ના દશકમાં તેમને હેમા સાથે પ્રેમ થયો. તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યુ. રિપોર્ટસ અનુસાર શોલે ફિલ્મના એક સીનમાં જ્યારે ધર્મેન્દ્ર હેમાને નિશાનો લગાવતાં શીખવે છે, તેને બગાડવા માટે તેઓ સ્પૉટબૉયને 20 રૂપિયા આપતાં હતા. તેઓ જાણીજોઇને આમ કરતાં હતાં જેથી તેઓ હેમામાલીનીને વારંવાર ભેટી શકે. આ સીન એટલીવાર રિપિટ થયો કે હેમાને ફક્ત ભેટવા માટે ધર્મેન્દ્રએ તે સમયે 2 હજાર રૂપિયા ચુકવ્યા હતા.

Read Also

Related posts

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: 8 જીલ્લાઓમાં અડધાથી દોઢ ઈંચ, જૂનાગઢ, સોમનાથ જીલ્લામાં ભારે વરસાદની આગાહી

Mansi Patel

દ્વારકા: વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો થયા પરેશાન, ગ્રામજનોને હાલાકી પડતા વસાવ્યું આ સાધન

pratik shah

આ ફેમસ એક્ટરે કર્યો ચાઈનિઝ મોબાઈલના પ્રચારનો ઈનકાર, આ બ્રાન્ડને કરતો હતો પ્રમોટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!