GSTV

આ અનોખા ઝાડ પર લાગે છે એક સાથે 40 ફળ, એક ઝાડની કિંમત છે 19 લાખ રૂપિયા, જોઈ લો કેટલો સમય લાગ્યો

Last Updated on September 15, 2021 by Bansari

અમેરિકામાં એક એવું પણ ઝાડ છે. જેમાં 40 અલગ અલગ પ્રકારના ફળ લાગે છે. આ ઝાડનું નામ ‘ટ્રી ઓફ 40’ છે. આ અનોખા ઝાડને જોઈને સૌ કોઈ હેરાન છે. અમેરિકી એક્સપર્ટ્સે આ ઝાડનો આવિષ્કાર કરીને કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનિકનો ઉત્તમ નૂમનો રજૂ કર્યો છે. જેના પર એક સાથે 40 અલગ અલગ પ્રકારના ફળ લાગે છે. જો કે, તેની તૈયારીઓ ખૂબ પહેલાથી ચાલી રહી હતી.

હકીકતમાં જોઈએ તો, કૃષિના ક્ષેત્રમાં આવનારી કેટલીય ટેકનિકના કારણે ‘ટ્રી ઓફ 40’નું સપનું સાકાર થયું છે. ન્યૂયોર્કના રહેવાસી સૈમ વોન એકેન જે સેરાક્યૂઝ વિશ્વવિદ્યાલયના વિજ્યુઅલ આર્ટ્સના પ્રોફેસર છે, તેમને આ અનોખા ઝાડનો વિચાર આવ્યો. તેમને ખેતીવાડીમાં ખૂબ લગાવ છે.

પ્રોફેસર સૈમે ગ્રાફ્ટીંગ નામની ટેકનિકથી આ કારનામું કર્યું. જો કે ઝાડ પર ફળ લાગવામાં કેટલાય વર્ષોનો સમય લાગ્યો. આ અનોખા ઝાડ પર ચેરી, બદામ, જામફળ, કેરી, કેળા, સફરજન, દાડમ એમ અલગ અલગ 40 પ્રકારના ફળ લાગે છે. આ પ્રોફેસરે 2008માં અલગ અલગ ઝાડની ડાળીઓ જોડીને એક સાથે બહુફળ વાળા ઝાડની તૈયારી કરી હતી.

ગ્રાફ્ટિીંગ ટેકનિકમાં સૌથી પહેલા તો ઝાડની એક ડાળીને કળી સહિત અલગ કરવામાં આવે છે. બાદમાં તેને મુખ્ય ઝાડ સાથે છેદ કરીને રોપવામાં આવે છે. આ ઝડની કિંમત સૌ કોઈને હેરાન કરી દેનારી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર તેની કિંમત 19 લાખ રૂપિયા છે. પ્રોફેસર વૈન એકેને દેશના સાત રાજ્યોમાં 16 ઝાડ લગાવ્યા છે.

READ ALSO

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!