GSTV

ઇતિહાસ / કહાની ગુજરાતની એક એવી વાવની, જેની અંદર બની છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ: જાણો તેના વિશે

Last Updated on August 4, 2021 by Zainul Ansari

જૂના જમાનામાં, રાજા-મહારાજા વારંવાર તેમના રાજ્યમાં ઠેક ઠેકાણે કૂવા ખોદાવતા હતા, જેથી પાણીની અછત ન સર્જાય. ભારતમાં આવા હજારો કૂવાઓ છે, જે સેંકડો વર્ષો જૂના છે અને કેટલાક તો હજાર વર્ષ પણ છે. આજે અમે તમને આવી જ એક વાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ‘રાણકી વાવ’ કહેવામાં આવે છે. ‘રાણકી વાવ’ નો ઇતિહાસ 900 વર્ષથી વધુ જૂનો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી હતી.

ગુજરાતના પાટણમાં આવેલું આ પ્રખ્યાત સ્ટેપવેલ રાણકી વાવ તરીકે પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે રાણકી વાવ 1063 એડીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. રાણી ઉદયમતી જૂનાગઢના ચુડાસમા શાસક રા ખેંગરની પુત્રી હતી.

રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઉંડી છે. ભારતમાં આ પ્રકારની સૌથી અનોખી વાવ છે. તેની દિવાલો અને સ્તંભો પર ઘણી કલાકૃતિઓ અને શિલ્પો શાનદાર રીતે કોતરવામાં આવી છે. તેમાંની મોટાભાગની કોતરણી ભગવાન રામ, વામન, નરસિંહ, મહિષાસુરમર્દિની, કલ્કી વગેરે જેવા વિવિધ સ્વરૂપોમાં ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

સાત માળની આ વાવ મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીની સાક્ષી છે. સરસ્વતી નદીના અદ્રશ્ય થયા બાદ તેને લગભગ સાત સદીઓ સુધી કાંપમાં દબાયેલી હતી. ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા તેને ફરીથી શોધવામાં અને સાફ કરવામાં આવી હતી. હવે મોટી સંખ્યામાં લોકો પણ અહીં ફરવા આવે છે.

કહેવાય છે કે આ વિશ્વ વિખ્યાત સ્ટેપવેલ નીચે એક નાનો દરવાજો પણ છે, જેની અંદર લગભગ 30 કિમી લાંબી એક સુરંગ છે. આ સુરંગ પાટણના સિદ્ધપુર ખાતે ખુલે છે.

એવું માનવામાં આવે છે કે અગાઉ આ ગુપ્ત સુરંગનો ઉપયોગ રાજા અને તેમના પરિવાર દ્વારા યુદ્ધમાં અથવા કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં કરવામાં આવતો હતો. હાલમાં આ સુરંગ પથ્થરો અને કાદવને કારણે બંધ છે.

Read Also

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!