GSTV

અજબગજબ: વાત ભારતના એક એવા રહસ્યમયી કુંડની જ્યાં તાળી વગાડો તો ઉપર આવે છે પાણી

Last Updated on July 21, 2021 by Pritesh Mehta

દુનિયાભરમાં આજે પણ એવી ઘણી વસ્તુઓ રહસ્ય બનેલી છે જેનો ખુલાસો આજદિન સુધી નથી મળ્યો. એવું નથી કે વૈજ્ઞાનિકો તે અંગે રિસર્ચ નથી કરતા પરંતુ તેમને પણ હજુ સુધી આ રહસ્યો શોધવામાં સફળતા નથી મળી. આજે અમે તમને ભારતના એક એવા રહસ્યમયી કુંડ વિષે જણાવીશું જેના વિષે તમે જાણીને આશ્ચર્યમાં મુકાઈ જશો.

કુંડ

દલાહી કુંડ આજે દેશ દુનિયામાં પ્રખ્યાત છે. તેની પાછળનું કારણ છે કે તાળી વગાડતાંની સાથે જ આ કુંડનું પાણી ઉપર આવવા લાગે છે. આ કુંડ કોન્ક્રીટની દીવાલોથી ઘેરાયેલો છે. એટલું જ નહીં કુંડમાં ગરમીના દિવસોમાં ઠંડુ અને ઠંડીના દિવસોમાં ગરમ પાણી નીકળે છે. આ પણ એક રહસ્યનો વિષય છે.

દલાહી કુંડને લઈને લોકો વચ્ચે એ પણ માન્યતા છે  કે આ કુંડના પાણીમાં નાહવાથી ચામડીના રોગો દૂર થાય છે. બહુ-વિજ્ઞાનીકોનું કહેવું છે કે જો આ કુંડના પાણીથી નાહવા પર ચામડીના રોગો દૂર થતા હોય તો તેમાં ગંધક અને હિલિયમ ગેસ હોવી જોઈએ.

દલાહી કુંડ પાસે જ દલાહી ગોસાઈ નામના દેવતાનું સ્થાનક છે જ્યાં દર રવિવારે લોકો પૂજા કરવા માટે આવે છે.

જણાવી દઈએ કે દર વર્ષે મકર સંક્રાંતિના પ્રસંગે દલાહી કુંડ પાસે મેળો પણ લાગે છે. આ રહસ્યમયી કુંડમાં સ્થાન કરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana

ગાયને રોટલી ખવડાવવાના છે જબરદસ્ત ફાયદા, પુણ્ય સાથે મળે છે આ તમામ ખુશીઓ

Damini Patel

ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!