GSTV

ખેડૂતોને સસ્તામાં મળી શકશે ગોલ્ડ લોન, આ સરકારી બેંકે ઘટાડ્યા છે વ્યાજદરો

Last Updated on July 29, 2020 by pratik shah

કોરોનાકાળમાં સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કોમાંની એક ઇન્ડિયન બેંકે (Indian Bank)ખેડૂતો માટે રાહતનો નિર્ણય લીધો છે. બેંકે પોતાના તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે ગોલ્ડ લોનના વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સરકારી બેંકે તેના ટૂંકા સમય માટે ઉપલબ્ધ ગોલ્ડ લોન સ્કીમ – બમ્પર એગ્રી જ્વેલરી પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અગાઉ આ લોન યોજનામાં વ્યાજ દર 7.50 ટકા હતો, જ્યારે હવે તે સાત ટકા થઈ ગયો છે.

આ કારણે લીધેલ નિર્ણય

કોરોનાના સમયગાળામાં ખેડૂતોની મદદ માટે બેંકે આ નિર્ણય લીધો છે. વ્યાજ દરમાં આ ઘટાડો રોગચાળાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને જરૂરીયાતમંદ ખેડુતોને સસ્તા દરે સરળ લોન આપવામાં આવે છે. બેંકે કહ્યું કે 22 જુલાઈ, 2020 થી કૃષિ ઝવેરાત લોનના વ્યાજ દર સાત ટકા નક્કી કરવામાં આવ્યા છે. આનો અર્થ એ છેકે દર મહિને માત્ર 583 રૂપિયા વ્યાજ લેવામાં આવશે. આ યોજના હેઠળ, ઝવેરાતની કિંમતના 85 ટકા સુધી છ મહિનાના સમયગાળા માટે આપવામાં આવે છે.

આ દસ્તાવેજો સબમિટ કરવા પડશે

આવી લોન લેવા માટે, તમે આઈડી પ્રૂફ તરીકે મતદાર ઓળખકાર્ડ (Voter ID card), પાનકાર્ડ (PAN card), પાસપોર્ટ (Passport), આધારકાર્ડ (Aadhaar card)અને ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving license)વગેરે આપી શકો છો. એ જ રીતે, મતદાર ઓળખકાર્ડ (Voter ID card), પાસપોર્ટ (Passport), આધાર કાર્ડ (Aadhaar card) અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving license)નો ઉપયોગ સરનામાંના પુરાવા તરીકે કરવો પડશે. સાથે જ, ગ્રાહકે ખેડૂત હોવાનુ પ્રમાણપત્ર આપવું પડશે.

SBI પણ આપે છે ખેડૂતોને લોન

એસબીઆઈ સહિતની તમામ બેંકો ખેડૂતોને આવી લોન પૂરી પાડે છે. એસબીઆઈની મલ્ટી પર્પઝ ગોલ્ડ લોન સ્કીમ (Multi Purpose Gold Loan)છે. આ હેઠળ ફક્ત કૃષિ સાથે સંકળાયેલા લોકો જ લોન માટે અરજી કરી શકશે. આ યોજના હેઠળ અન્ય લોકોને લોન આપવામાં આવતી નથી. આ લોન લગભગ 12 મહિનાની અવધિ માટે આપવામાં આવે છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!