સરકારી કર્મચારીઅોને નવરાત્રિમાં મોટી ભેટ, GPF પર વધ્યો વ્યાજદર

સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપતા સરકારે જનરલ પ્રોવિડંડ ફંડ (જીપીએફ -GPF) પર વ્યાજ દર વધાર્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન, GPFનો વ્યાજ દર 7.6 ટકાથી વધીને 8 ટકા કરવામાં આવ્યો છે. તેનો લાખો સરકારી કર્મચારીઓને ફાયદો થશે. ગયા વર્ષે સરકારે નાની બચત યોજનાઓના દરોમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. GPF શું છે? GPF અથવા જનરલ પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ હોય છે, જે ફક્ત સરકારી કર્મચારીઓ દ્વારા જ ખોલી શકાય છે.

સરકારી કર્મચારી આ ખાતામાં તેના પગારની ચોક્કસ ટકાવારીને ફાળો આપીને ફંડનો સભ્ય બની શકે છે. આ એકાઉન્ટમાં જમા રકમની ચુકવણી સામાન્ય રીતે કર્મચારીની નિવૃત્તિ પછી કરવામાં આવે છે. આ ફંડમાં જમા રકમ આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિ હેઠળ આવરી લેવામાં આવે છે. GPF એકાઉન્ટમાં જમા રકમ પર 8 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. અગાઉ, સરકારે પીપીએફ અને રાષ્ટ્રીય બચત યોજના પર વ્યાજના દરમાં વધારો કરીને 8 ટકા કરી હતી. આ વધારો ઑક્ટોબરથી ડિસેમ્બર માટે કરવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter