GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

SBI બાદ આ સરકારી બેન્કે ગ્રાહકોને આપી ભેટ, વ્યાજદરમાં કર્યો મોટો ઘટાડો

બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of india)એ રવિવારે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of india)એ રિઝર્વ બેન્કે (RBI) દ્વારા નીતિગત વ્યાજદરમાં કપાતનો પૂર્ણ લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય કર્યો છે. BOI એ રવિવારે એક્સટર્નલ બેંચમાર્ક લેડિંગ રેટ્સમાં 75 બેસિસ પોઈન્ટ એટલે કે, 0.75 ટકાની કપાત કરી છે. આ કપાત બાદ એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિગ ઘટાડીને 7.25 ટકા કરી છે. લેન્ડર્સ એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિંગ રેટ RBI ના રેપો રેટથી લિંક્ડ છે.

કપાતના લાભ પર પારિત કરાશે

વ્યાજદરમાં આ કપાત 1 એપ્રિલથી પ્રભાવી થશે. ઉલ્લેખનીય છે કે, 27 માર્ચના રોજ રિઝર્વ બેન્કે રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો કપાત કર્યો હતો. બેન્કે પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે, એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિગ રેટ્સ 75 બેસિસ પોઈન્ટ્સ ઘટાડીને 7.25 ટકા પ્રતિ વર્ષ કરી દેવામાં આવ્યો છે. તે સાથે જ અમે ઘર, વાહન અને MSME ગ્રાહકોને RBI દ્વારા જાહેર દરમાં કપાતના લાભ પર પારિત કરી ચૂક્યા છે.

MCLR માં 0.25 ટાકનો કપાત

તે સાથે જ બેન્કે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ (MCLR) માં 0.25 ટકાનો કપાત કર્યો છે. આ કપાત બધા જ પ્રકારના સમયગાળા માટે કરવામાં આવ્યો છે. બેન્ક ઓફ ઈન્ડિયાએ 1 વર્ષના 1 મહિના સુધીના સમયગાળા માટે 0.25 ટકાનો કપાત કર્યો છે. જ્યારે કે, રાતભરના સમયગાળા માટે 0.15 ટકાનો કપાત કર્યો છે. 1 વર્ષ માટે બેન્કનો MCLR ઘટાડીને 7.95 ટકા વર્ષનો થઈ ગયો છે. આ બધા જ વ્યાજદર 1 એપ્રિલ 2020 થી અમલમાં આવશે.

SBI એ સૌપ્રથમ ગ્રાહકોને આપી ભેટ

SBI એ શુક્રવારે સાંજના સમયે એક્સટર્નલ અને રેપો લિંક્ડ લેંન્ડિગ રેટમાં 75-75 બેસિસ પોઈન્ટનો કપાત કર્યો છે. બેન્કે જાણકારી આપી છે કે, નવા લેન્ડિંગ રેટ્સ 1 એપ્રિવ 2020 થી અમલમાં કરી દેવામાં આવશે. SBI એ એક્સટર્નલ લેન્ડિંગ રેટ (EBR) માં0.75 ટકાનો કપાત કર્યો છે. ત્યારબાદ આ વ્યાજ 7.80 ટકા ઘટીને 7.05 ટકા પર આવી ગયો છે. આ પ્રકારના રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) માં 0.75 ટકાનો કપાત કરવામાં આવ્યો છે. SBI ના આ નિર્ણય બાદ RLLR 7.40 ટકાથી ઘટાડીને 6.65 ટકાના સ્તર પર આવી ગયો છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!